કોરોનાકાળમાં ઘણા લગ્નપ્રસંગો રદ કરવા પડ્યા હતા અથવા તો ઘરમેળે યોજવાની ફરજ બન્ને પક્ષને ફરજ પડી હતી, પરંતુ વર્ષ 2022માં એકલા અમદાવાદમાં જ 39,989 લગ્ન રજિસ્ટર થયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ સૌથી વધારે લગ્ન રજિસ્ટર થયા હોવાનું સ્થાનિક કચેરીએ જણાવ્યું હતું. કોરોનાકાળમાં 2020માં 27,159 અને 2021માં 33,436 લગ્ન રજિસ્ટર થયા હતા. સામાન્ય રીતે અમદાવાદમાં સરેરાશ 30,000થી 33,000 લગ્ન રજિસ્ટર થતા હોય છે. ઘણાએ 2020 અને ખાસ કરીને 2021માં લગ્ન કોરોનાના પ્રતિબંધોને લીધે અટકાવી રાખ્યા હશે, તેઓએ 2022માં લગ્ન કર્યા હોવાથી આંકડો ઊંચે ગયો હોવાનું માનવામાં આવે છે. કારણ જે હોય તે, પણ આ વર્ષે 39,000 જેટલા દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે ત્યારે તે સૌને બધાઈ હો બધાઈ…