અમદાવાદ: AAPની ઓફિસ પર પોલીસ રેડ મામલે રાજકારણ ગરમાયું, પોલીસે કહ્યું આવી કોઈ રેડ કરી નથી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે 3 દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી તપાસ કરી. કંઈ મળ્યું નથી. કહ્યું કે તે ફરી આવશે.’ આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરી ખુલાસો કર્યો કે આવી કોઈ રેડ કરવામાં આવી નથી. ત્યાર બાદ આ મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે.
ફરીથી ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલ આજે રિક્ષાચાલકો, વેપારીઓ, વકીલો, અને સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપવાના છે. અમદાવાદ પોલીસની AAP ઓફીસ પર રેડ મામલે તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ‘ગુજરાતની જનતા તરફથી ભાજપને મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ ખરાબ રીતે ગભરાઈ ગયું છે. ગુજરાતમાં “આપ” ની તરફેણમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કશું મળ્યું નહી. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ.’

“>

આ મુદ્દે અમદાવાદ પોલીસે ટ્વીટ કરી ખુલાસો કર્યો હતો કે, ‘ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.’

“>

ત્યાર બાદ AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ અમદવાદ પોલીસને જવાબ આપતા ટ્વીટ કર્યું કે, ‘ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.’


ગુજરાતમાં AAPની કોર ટીમના સભ્ય આદિત્ય જૈને જણાવ્યું કે સમય 9 થી 9.30 નો હશે. રાત્રે ત્રણ પોલીસકર્મીઓ બાઇક પર બેસીને ઓફિસે આવ્યા હતા. ઓફિસની બહાર સ્ટાફના બે-ત્રણ છોકરાઓ હતા, પોલીસે તમે કોણ છો, શું કરો છો તેવા સવાલો કરતા છોકરાઓ ડરી ગયા. ઓફિસમાં જે પણ કાગળ તેમને દેખાતો એ ખોલી ખોલી જોઈ રહ્યા હતા. ડાયરીના દરેક પાના પર નજર કરવામાં આવી. પછી તેમણે લેપટોપ તપાસ્યું. દરોડો લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. જપ્ત કરવા જેવું કંઈ નહોતું. તેઓ સાદા કપડામાં આવ્યા હત, પરંતુ તેણે પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું હતું કે અમે ગુજરાત પોલીસછીએ. જ્યારે અમે કહ્યું કે તમારી પાસે સર્ચ કરવાની કોઈ સત્તા નથી, ત્યારે તેઓએ કડક જવાબ આપ્યો કે, કાં તો અમારે જે કરવું હોય તે કરવા દો, નહીંતર ઉપાડી જઈશું. દરોડા સમયે લગભગ 6-7 લોકો હતા. મારા મતે ઓફિસમાં સીસીટીવી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.