Homeઆપણું ગુજરાતઅમદાવાદ: શ્વાનના ત્રાસનો અંત લાવવા યુની.એ મદદ માંગી, એનિમલ વેલ્ફેર બોર્ડે યુનિ.ને...

અમદાવાદ: શ્વાનના ત્રાસનો અંત લાવવા યુની.એ મદદ માંગી, એનિમલ વેલ્ફેર બોર્ડે યુનિ.ને જ ધમકાવી

ગુજરાતમાં શ્વાનના વધતા જતા આતંકની ઘટનાઓ સતત બની રહી છે. એવામાં અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટી અને ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ (GSAWB)ના સભ્ય વચ્ચે યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનના ત્રાસના મુદ્દાને લઈને વિવિદ ઉભો થયો છે.
યુનિવર્સિટીના 115 એકરના કેમ્પસમાં કૂતરાઓના વધતા ત્રાસ અંગે યુનિવર્સિટીના પદાધિકારીએ GSAWBને પત્ર લખ્યો તો બોર્ડના સભ્યએ યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાન માટે આશ્રય, ખોરાક અને તબીબી સંભાળની વ્યવસ્થા કરવા કહ્યું. ઉપરાંત યુનિવર્સીટી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી.
એક અખબારી અહેવાલ મુજબ નિરમા યુનિવર્સિટીના પદાધિકારીએ 22 માર્ચના રોજ કેમ્પસમાં વધી રહેલા શ્વાનના ત્રાસ અંગે GSAWB સભ્યને પત્ર લખ્યો હતો. તેમને પત્રમાં લખ્યું કે “યુનિવર્સીટીના કેમ્પસમાં 12,000 લોકો ઉપસ્થિત હોય છે, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સ્ટાફ અને કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ થાય છે. તેમાંથી લગભગ 2,100 વિદ્યાર્થીઓ અને સ્ટાફ કેમ્પસમાં જ રહે છે. છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીમાં શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરમાં, અમારા એક કર્મચારી પર શ્વાનોએ હુમલો કર્યો હતો અને તેમને એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,”
તેમને જણાવ્યું કે શ્વાન શૈક્ષણિક બિલ્ડીંગના પરિસરમાં ઘુસી જાય છે. વર્ગખંડો, ઓફિસો અને કોરિડોરમાં ઘુસી જાય છે. તેમણે GSAWB સભ્ય રાજેન્દ્ર શાહને વિનંતી કરી કે તેમની વિનંતી અગ્રતા પર લે અને યુનિવર્સિટીમાં રખડતા શ્વાનોની સમસ્યાનો અંત લાવવા મદદ કરે.
જેના જવાબમાં GSAWB સભ્યએ યુનિવર્સિટીને કેમ્પસમાં કૂતરાઓ માટે આશ્રય, કેન્ટીનમાંથી ખોરાક અને તબીબી સંભાળની વ્યવસ્થા કરવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, “અમે ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત પાસેથી સાંભળ્યું છે કે કૂતરાને ખવડાવવા બદલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવે છે અને કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિ બંધ કરો, તમારે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.’
તેમને કહ્યું કે, “શ્વાન સૌથી વફાદાર પ્રાણી છે, આપણે તેમને યોગ્ય રીતે રાખવાની જરૂર છે. એવું બને છે કે લોકો શ્વાનોને ખવડાવતા નથી અને દુર્વ્યવહાર પણ કરે છે. ભૂખ્યા શ્વાન ક્યારેક હિંસક બની જાય છે. પ્રાણીઓ કે માણસો ભૂખ્યા હોય તો નાની-નાની બાબતોમાં ચિડાઈ જાય છે, આપણે આ સરળ વાત સમજવી જોઈએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -