અમદાવાદ: મેમનગર પાસે BRTS બસમાં ભિષણ આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી જાનહાની ટળી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: આજે સવારે અમદાવાદમાં BRTS બસમાં આગનો બનાવા બન્યો હતો. મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર બસ ઉભી હતી ત્યારે એકાએક બસમાં આગ ફાટી નીકળી હતી. ડ્રાઈવરે સમયસર મુસાફરોને જાણ કરી દરવાજા ખોલી દેતા તમામ મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા જેથી જાનહાની ટળી હતી. આગ લાગી ત્યારે 40-45 જેટલા પેસેન્જર બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ આગ કાબુમાં લીધી હતી.

મળતી માહિતી મુજબ આજે સવારે RTO થી મણીનગર જતી બસ 8.30 વાગ્યે મેમ નગર BRTS સ્ટેન્ડ પર પહોંચી ત્યારે બંધ પડી ગઈ હતી. ડ્રાઈવરે ફરી બસ ચાલુ કરવાની કોશિશ કરતા એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવરે તમામ દરવાજા ખોલી મુસાફરોને બહાર નીકળી જવા કહ્યું હતું. આ ઉપરાંત BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
BRTS બસમાં આગ લાગવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગની ઘટના બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આગને કારણે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પણ આગની ઝપેટમાં આવ્યું હતું જેને કારણે બસ સ્ટેન્ડને પણ ભારે નુકશાન પહોંચ્યું છે.
જોકે, આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.