નૂપુર શર્માની તસવીર Whatsapp સ્ટેટસમાં મૂક્યા બાદ ત્રીજી મિનિટે જ અમદાવાદના વકીલે મળી ધમકી

આપણું ગુજરાત

Ahmedabad: નૂપુર શર્માએ ટીવી ડિબેટ પર મહમ્મદ પયંગબર પર કરેલી અપમાનજનક ટીપ્પણી બાદ દેશમાં કોમી માહોલ તંગ બન્યો છે. નૂપુર શર્માને ટેકો આપવા બદલ ઉદયપુર અને અમરાવતીમાં થયેલી હત્યાઓ બાદ ડરનો માહોલ ફેલાયો છે ત્યારે નૂપુર શર્માનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર મુકતા અમદાવદના 33 વર્ષીય વકીલ કૃપાલ રાવલને ધમકી મળી હતી.
ફોટો મુક્યાની માત્ર ત્રણ મિનિટ બાદ જ એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને નુપુર શર્માને સપોર્ટ કરવા માટે ધમકી આપી હતી. જોકે આ ઘટના જૂન મહિનામાં બની હતી પરંતુ ઉદયપુર અને અમરાવતીની ઘટનાઓ બાદ અસલામતી અનુભવતા વકીલે મંગળવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાબરમતી પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. રાવલે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રોફેટ પર નુપુર શર્માની ટિપ્પણીઓ પછી નુપુર શર્મા અને તેના બાળકોને ધમકીઓ મળી રહી હતી. તેથી 13 જૂને મેં તેને સમર્થન આપવાનું નક્કી કર્યું તેના ફોટાને તેના વોટ્સએપ સ્ટેટસ તરીકે મૂક્યો, પરંતુ તેને ત્રણ મિનિટમાં જ તેને ધમકી ભર્યા ફોન આવ્યા હતા. જોકે તુરંત જ તેણે ફોટો હટાવી દીધો હતો. ઉદયપુર અને અમરાવતીની ઘટનાઓ તે ગભરાયેલો છે.

કૃપાલ રાવલે વધુમાં કહ્યું હતું કે ધમકી મળ્યા બાદ તે શહેર છોડી જતો રહ્યો હતો. ત્યાર બાદ એક મિત્ર સાથે પૂછપરછ કરવા પર જાણવા મળ્યું કે એક સફીન ગેના નામના શખ્સે તેના વોટ્સએપ સ્ટેટસનો સ્ક્રીનશોટ લીધો હતો અને તેને વિવિધ ગ્રુપમાં શેર કર્યો હતો. ત્યાર બાદ તેને કોઈ અજાણ્યા શખ્સ તરફથી ધમકી મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.