‘અમદાવાદ સ્માર્ટ સિટી એટલે શું રોડ સોનાના હોય? ’ – વોટર કમિટીના ચેરમેનનો ઉડાઉ જવાબ

આપણું ગુજરાત

Ahmedabad: અમદવાદ શહેરમાં ગઈ કાલે બપોરે બાર વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદ(Rain)થી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની, ઝાડ પડવાની, ભુવા પાડવાની અને ગટરો ઉભરાઈ જવાની સમસ્યાઓ ઉઠી હતી. જેને લઈને અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી પ્રી-મોન્સૂન કાર્યવાહીની પોલ છતી થઇ ગઈ હતી. કોર્પોરેશને (AMC) કરેલી કાર્યવાહી અંગે જાણકારી આપવા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ(Lochan Sahera) સાંજે એક પ્રેસ કોન્ફરન્સ બોલવી હતી. ત્યારે રસ્તા પર પાણી ભરવા અંગે સવાલ પુછાતા વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે(Jatin Patel) ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘સ્માર્ટ સિટીનો મતલબ એ નથી કે સોનાના રોડ હોય. પાણી તો ભરાય.’
ત્યારે અમદાવાદમાં પડેલા વરસાદની વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે શહેરમાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ ઉસમાનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. કલાઈમેટ ચેન્જને કારણે આખા મહિનાનો વરસાદ માત્ર ત્રણ કલાકમાં પડી ગયો હતો. ત્રણ કલાકમાં 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી છે. બે કલાકમાં જ પરિસ્થિતિને આપણે સફળતાપૂર્વક સામાન્ય કરી દીધી છે. વરસાદના કારણે અમદાવાદના મીઠાખળી અન્ડર પાસ, અખબાર નગર અન્ડર પાસ, શાહીબાગ અન્ડરપાસ તબક્કા વાર બંધ કરવાની ફરજ પડી હતી. પાણીની આવકના કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.
વરસાદી પાણીનો જે રીતે નિકાલ થવો જોઈએ એ રીતે થયો ન હતો. 4 વાગ્યે વરસાદ બંધ થયા બાદ પણ સાંજે સાત વાગ્યા સુધી શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આ અંગે સવાલ પુછાતા વોટર કમિટિના ચેરમેન જતીન પટેલએ બફાટ કર્યો હતો. તેમણે એવું કહ્યું કે સ્માર્ટ સીટી એટલે શું સમજવાની જરૂર છે. સ્માર્ટ સિટીના 10 અલગ અલગ પેરામીટર છે. સ્માર્ટ સિટીની ડેફીનેશ એ નથી કે સોનાના રોડ હોય. અમદાવાદમાં ધારીએ છીએ તેના કરતાં ચાર ગણી વસ્તી દર વર્ષે વધે છે. શહેરમાં જ્યારે ભારે વરસાદ પડે છે તે વરસાદના વિરામ બાદ ચાર કલાક પાણી ઉતરતા થાય છે.
ત્યારે લોકો પાસે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે છતાં દર ચોમાસે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.