રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવશે. અમદાવાદમાં પ્રમુખ સ્વામીના જન્મદિવસની ઉજવણીમાં રેલવે પ્રધાને હાજરી આપી હતી. આ ફંક્શન એક મહિના સુધી ચાલવાનું છે. તેમણે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીની એક મહિનાની શતાબ્દી ઉજવણીના ભાગ રૂપે આ જાહેરાત કરી હતી. આ ફંક્શનનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BAPSના વર્તમાન વડા મહંત સ્વામી મહારાજ દ્વારા 14 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની હદમાં 600 એકરમાં બનેલા પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે આ જાહેરાત કરી હતી. રેલવે પ્રધાને કહ્યું હતું કે, “આ ટ્રેન દિલ્હી અને અમદાવાદમાં આવેલા બંને અક્ષરધામ મંદિરોને જોડે છે. સ્વામિનારાયણ સમુદાય દ્વારા કરવામાં આવતી આટલી મોટી સેવા માટે આ એક નાની ભેટ છે.”
અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરવામાં આવશે, રેલ્વે પ્રધાને કરી જાહેરાત
RELATED ARTICLES