sanjay Raut

સંજય રાઉતનો બળવાખોર ધારાસભ્યો પર વાર, ટ્વીટ કરીને કહ્યું- જાહિલ અને હરતી ફરતી લાશ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર બળવાખોર ધારાસભ્યો પર શાબ્દિક પ્રહાર કર્યો છે. એમણે કહ્યું છે કે ‘જાહિલ લોગ ચલતી ફિરતી લાશ હૈ’. આજે સવારે એમણે એક ફોટો ટ્વીટ કર્યો છે, જેમાં લખેલુ છે કે- જહાલત એક કિસ્મ કી મૌત હોતી હૈ ઔર જાહિલ લોગ ચલતી ફિરતી લાશે હૈ’. નોંધનીય છે કે અગાઉ પણ તેમણે બળવાખોર ધારાસભ્યોને જીવતા લાશ કહીને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું હતું કે ગુવાહાટીમાં 40 જીવતી લાશો છે, જેમની આત્મા મરી ચૂકી છે. એમના આ નિવેદન પછી હોબાળો પણ થયો હતો. આ ઉપરાંત એમણે શિવસેનાના મુખપત્ર સામનાના માધ્યમથી પણ ભાજપ અને બળવાખોર ધારાસભ્યોની ટીકા કરી હતી.

<

>

દરમિયાન સંજય રાઉતને આજે 11 વાગ્યે ઇડીની ઓફિસમાં હાજર થવાનું હતું, પણ અલીબાગમાં એક સભામાં જવાનું હોવાથી તેમણે ઇડી પાસેથી સમય માંગ્યો છે. સંજય રાઉતને પત્રાચાલ કૌંભાડને લઇને સમન મોકલવામાં આવ્યું છે. સંજય રાઉતે કહ્યું હતું કે મને રોકવા માટે, શિવસેનાને રોકવા માટે કેટલાક લોકો આવશે. મને અને મારા સાથીઓને તકલીફ આપશે. મને ગમે એટલી તકલીફ આપો, જોઇએ તો મને ફાંસીએ લટકાવી દો. મારી ગરદન કાપી નાખો. હું ગુવાહાટી જવાનો નથી. હું ઇડીની ઓફિસમાં જરૂર જઇશે અને જે કાયદાકીય પ્રક્રિયા હશે તેને પૂરી કરીશ. હું ભાગવાનો નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.