Army સામે પંજાબ સરકારે નમતું જોખ્યું! CM Bhagwant Mann બોલ્યા અગ્નિપથ ભર્તી રેલીને કરીશું સપોર્ટ, આર્મીએ તારીખો કરી જાહેર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબમાં અગ્નિપથ યોજનામાં ભરતીને લઈને થનારી રેલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. Army Rally માટે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ મદદ મળી રહી નહોતી, પરંતુ હવે પંજાબના મુખ્ય પ્રધાને રેલીને સહયોગ આપવાની વાત કરી છે. CM Bhagwant Mannએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, પંજાબમાં જેટલી પર રેલી થશે તેને પંજાબ સરકાર તરફથી પૂરો સપોર્ટ મળશે અને તમામ જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મહત્ત્વની વાત એ છે કે સીએમનું આ સ્પષ્ટીકરણ Indian Armyએ સરકારના મુખ્ય સચિવને આપેલા લેટર બાદ આવ્યું છે. લેટરમાં સેનાએ જણાવ્યું છે કે, જો સરકાર અને પ્રશાસન તરફથી જરૂરી સહયોગ ન મળે તો હવેથી પંજાબમાં કોઈપણ સેના ભર્તી રેલી આયોજિત કરવામાં નહીં આવે આ ભર્તી પાડોશી રાજ્યોમાં શિફ્ટ કરવામાં આવશે.

Agnipath Recruitment Rally 2022ના આયોજનને લઈને ચાલી રહેલા ટ્વીટ બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તમામ જિલ્લોના ડીસીને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ Agnipath Recruitment Rally ને સહયોગ કરે. આ મામલે બેદરકારી કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર અને આર્મી વચ્ચે ચાલી રહેલા આ વિવાદનો અંત આવ્યા બાદ ભારતીય સેનાએ બુધવારે Agnipath Recruitment Rally ની તારીખો જાહેર કરી હતી.

પટિયાલા – 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર
ફિરોઝપુર – પહેલી નવેમ્બરથી 16 નવેમ્બર
જાલંધર – 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.