શિંદેના થાણેસ્થિત બંગલા નજીક કૉંગ્રેસના કાર્યકર્તાઓનું આંદોલન

આમચી મુંબઈ

આરેમાં કારશેડનો વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણેસ્થિત બંગલા નજીક મેટ્રો-થ્રીના આરે કોલોનીમાં કારશેડનું નિર્માણ કરવાની સામે મહારાષ્ટ્ર કૉંગ્રેસ એન્વાયર્મેન્ટ સેલ (પર્યાવરણ શાખા)ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટી એન્વાયર્મેન્ટ સેલના પ્રદેશ પ્રમુખ સમીર વર્તકની આગેવાની હેઠળ કૉંગ્રેસના કાયકર્તાઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાનથી લગભગ ૨૫૦ મીટર અંતરેના કેડબરી જંક્શન ખાતેના વાહનવ્યવહારને અટકાવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરનારામાં મહિલાઓનો સમાવેશ થયો હતો, જ્યાં ‘સેવ આરે’ની સાથે સાથે સરકાર સામેના વિરોધના અન્ય બેનર લઈને શિંદે સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસ ૨૫ જેટલા વિરોધ-પ્રદર્શન કરનારાને વાગ્લે એસ્ટેટ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, ત્યારબાદ તેમને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ કોઈની અટક કરવામાં આવી નહોતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. શિંદેના બંગલા નજીક વિરોધ પ્રદર્શન કરવાને કારણે પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.