કોરોનાને કારણે બે વર્ષ સુધી સરકારી નોકરી માટેની પરિક્ષાઓ કે ભરતી થિ નથી, તેથી ઉમેદવારોએ આવી સરકારી નોકરી માટે બે વર્ષની ઉંમર મર્યાદા વધારી આપવાની માંગણી કરી હતી. ઉમેદેવારોની આ માંગણી બાબતે મહારાષ્ટ્રના મૂખ્યપ્રધાન એકનાથ શિંદેએ સકારાત્મક પ્રતિક્રિયા આપતા દલ્દી આ બાબતે મોટો નિર્ણય લેવાની શક્યતાઓ છે. વિવિધ કારણોથી છેલ્લાં ચાર વર્ષતી મહારાષ્ટ્રમાં સરકારી ભરતી પ્રક્રિયા રઝળી છે. તથા કોરોનાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યસેવા પરિક્ષા એક જ વાર થઇ છે. જેને કારણે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની ઓવર એજ થઇ ગઇ હોવાથી આ વિદ્યાર્થીઓએ અન્ય રાજ્યની જેમ મહારાષ્ટ્રમાં પણ ઉમંર મર્યાદા બે વર્ષ વધારવા માટે મૂખ્યપ્રધાન એકનાથ શિંદે અને ઉપમૂખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે માંગણી કરી હતી. એક મરાઠી વેબપોર્ટલ પરથી મળતી માહીતી મુજબ વિદ્યાર્થીઓની આ ફરિયાદને મૂખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગંભીરતાથી લઇને સંલગ્ન વિભાગને સૂચના આપી હોવાની વિગતો જાણવા મળી હતી. રાજ્ય સરકારે પોલીસ ભરતીમાં બે વર્ષની ઉંમર મર્યાદા વધારવાનો નિર્ણય નવેમ્બર 2022માં લીધો હતો. આ જ પાર્શ્વભૂમિ પર અન્ય વિભાગના વિદ્યાર્થીઓએ પણ ઉમંર મર્યાદા વધારવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના બાદ ઘણાં રાજ્યએ સરકારી નોકરીની ઉમંર મર્યાદા વધારી દીધી છે, જેમાં રાજસ્થાને 4 વર્ષ, મધ્યપ્રદેશ તથા ઓડિશાએ 3 વર્ષ, આન્ધ્રપ્રદેશ, તામીલનાડૂ, તેલંગણા, નાગાલેન્ડ તથા ત્રિપુરા આ રાજ્યએ 2 વર્ષની ઉંમર મર્યાદા વધારી છે.