ચીનની વિસ્તારવાદી અને ‘વન-ચાઇના’ નીતિ વિરુદ્ધ ભારતની વિકાસવાદી અને ‘વન-ઇન્ડિયા’ની નીતિ

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

ચીન આપણો પડોશી છે. અગાઉ પણ તેની સાથે આપણો ગાઢ સંબંધ હતો. પરંતુ લગભગ હજારો વર્ષના સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો ચીન ભૂલી ગયું ખેર. હિમાલયની પર્વતમાળા ભારતને ચીની મહારાજ્યથી અલગ કરે છે. હિમાલયની ઉત્તરે તિબેટ છે અને તિબેટની પૂર્વ-દક્ષિણમાં અને બર્માની પશ્ચિમે મુખ્ય ચીન છે. મુખ્ય ચીનની ઉત્તરે મંગોલિયા, ઉત્તરપૂર્વમાં તથા મંગોલિયાની પૂર્વમાં મંચુરિયા અને મંગોલિયાની પશ્ચિમમાં ચીની તુર્કેસ્તાન અથવા સિનકિયાંગ છે. તન્નુ તુવા એક સમયે મંગોલિયાનો ભાગ હતો જે આજે સ્વતંત્ર રાજ્ય છે. આમ ચીન મહારાજ્યના પાંચ ભાગો છે: ૧- મુખ્ય ચીન, ૨- મંચુરિયા, ૩-મંગોલિયા, ૪- તિબેટ અને ૫- સિનકિયાંગ.
ચીનના શાસકો મંગોલિયાના મૂળ વતની હતા, તેથી ચીનના લોકોને મોંગોલ વંશીય પણ કહે છે. અંબિકાપ્રસાદ બાજપેયી પોતાના પુસ્તક ‘ચીન અને ભારત’માં કહે છે કે, તેમના નામની અંતે ‘ખાન’ અથવા ‘હાન’ ઉપાધિ લાગતી હતી. તે મુસલમાન ન હતા કેમ કે, ઇસ્લામના જન્મ પહેલાની આ વાત છે. એવું કહેવાય છે કે, ‘ચંગેજ ખા’ અને ‘તૈમૂરલંગ’ વગેરે મંગોલ જાતિના હતા. તેઓ ઇસ્લામના અનુયાયી હતા. આ પ્રસિદ્ધ છે કે, ‘હલાકું ખાને’ જ મંગોલમાં સૌથી પહેલા બૌદ્ધ ધર્મની શ્રેષ્ઠતા અને મહત્તા સાબિત કરી હતી. મંગોલ હોવાને કારણે દિલ્લીના બાદશાહો જે ‘તૈમૂરલંગ’ના વંશમાં હતા, તે મુગલ કહેવાયા હતા. તે આશ્ર્ચર્યની વાત છે કે, ‘હલાકું ખા’ અને ‘ચંગેજ ખા’ પછી દિલ્લીના મુગલોમાં કોઇની પણ ખાનની ઉપાધિ ન થઈ અને આજકાલ ‘ખાન’ પઠાણની ઉપાધિ માનવામાં આવે છે. બ્રિટિશ ભારતની સરકાર મુસલમાનોને જ નહિ પારસીઓને પણ ‘ખા-સાહેબ’ અને ‘ખા-બહાદુર’ બનાવતી. ઇ. સ. ૧૬૪૩માં મંચુરિયાના લોકોએ ચીનને જીતી લીધું. અને ઇ.સ. ૧૯૧૧ની ક્રાંતિ સુધી ચીનના સમ્રાટ, સરદાર અને મુખ્ય કર્મચારી પ્રાય: બધા મચું જ રહ્યા હતા. આ મંચુ લાંબી ગુથ્થેલી ચોટલી રાખતા જે આપણા ભારતીય સ્ત્રીઓની વેનીસી જેવી હતી. પરંતુ ચીનમાં ક્રાંતિ થઈ તેનો પ્રથમ પ્રભાવ આ ચોટલીઓ પર પડ્યો કે તે પછી અને આજદિન સુધી ચીની લોકોના માથે ચોટલી જોવા મળતી નથી.
ભારતને ૧૯૪૭માં અને ચીનને ૧૯૪૯માં શાહી શાસનમાંથી આઝાદી મળી હતી. આજે ભારતે તેના સાચા અર્થમાં લોકશાહીના મૂલ્યોને આત્મસાત કર્યા છે તો ચીને ‘સ્યુડો-લોકશાહી’ અપનાવી. ભારત-ચીન સંબંધોની આ ગાથામાં ઘણા ઘેરા વળાંક આવ્યા. હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારાથી લઈને ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધથી આજદિન સુધી ચીન વિવિધ મંચો પર ભારતનો વિરોધ કરતું જોવા મળે છે.
ચીનની વિસ્તારવાદી નીતિ : ચીનનાં વિસ્તારવાદી અભિગમથી સમગ્ર દુનિયા પરિચિત છે. ચીન હંમેશાં પોતાના પાડોશી અને અન્ય દેશો પર શાસન કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે. વિસ્તારવાદી નીતિને અનુસરતું ચીન જમીન પરથી સમુદ્રને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું નથી કે માત્ર ચીનનો જ ભારત સાથે સીમા વિવાદ છે. વિસ્તારવાદી ચીન ૨૦ થી વધુ દેશોને પોતાનો હોવાનો દાવો કરે છે.
ચીનની ૨૨ હજાર ૧૧૭ કિલોમીટર લાંબી સરહદ ૧૪ દેશો સાથે છે. ચીનનો આ ૧૪ દેશો સાથે અમુક પ્રકારનો સીમા વિવાદ છે. એટલું જ નહીં આ ૧૪ દેશો જ નહીં, ચીન ૨૩ દેશોની જમીન પર દાવો કરે છે. પહેલેથી જ ચીને ૬ દેશો – પૂર્વ તુર્કસ્તાન, તિબેટ, આંતરિક મંગોલિયા, તાઇવાન, હોંગકોંગ અને મકાઉ પર કોઈને કોઈ રીતે કબજો કરી લીધો છે. આ ૬ દેશોનો કુલ વિસ્તાર ૪૧ લાખ ૧૩ હજાર ૭૦૯ ચોરસ કિલોમીટરથી વધુ છે. આ ચીનના કુલ વિસ્તારના ૪૩ ટકા છે.
ચીન તેના નાના પાડોશીઓ સાથે વાટાઘાટોની વાત આવે ત્યારે સમાધાન કરવાને બદલે એકતરફી વલણ અપનાવે છે. આ ઉપરાંત ગેરકાયદેસર ‘બેલ્ટ એન્ડ રોડ પહેલ’ અને ‘મેરીટાઇમ સિલ્ક રોડ’ના અલિખિત કોડને પ્રતિબિંબિત કરે છે.
‘વન ચાઇના’ નીતિ : વન ચાઇના પોલિસીનો અર્થ ચીનની એવી નીતિ છે જે મુજબ ‘ચાઇના’ નામનું એક જ રાષ્ટ્ર છે અને તાઇવાન અલગ દેશ નથી, પરંતુ તે ચીનનો જ એક પ્રાંત છે. આ નીતિ હેઠળ ચીનનું કહેવું છે કે, વિશ્વના જે દેશોPCR સાથે રાજદ્વારી સંબંધો છે તેમણેROCએટલે કે તાઈવાન સાથે તમામ સત્તાવાર સંબંધો તોડવા પડશે. સામાન્ય રીતે રાજદ્વારી જગતમાં એવું માનવામાં આવે છે કે ચીન એક છે અને તાઈવાન તેનો ભાગ છે.
આ ‘વન ચાઇના પોલિસી’ ક્યાંથી આવી? આ વિવાદ પાછળનું કારણ સમજવા માટે આપણે ઇતિહાસ તપાસવો પડે. હકીકતમાં વર્ષ ૧૬૪૪માં ચિંગ રાજવંશ ચીનમાં સત્તામાં આવ્યો અને ચીનને એકીકૃત કર્યું. પરંતુ ૧૯૧૧માં ક્રાંતિ થઈ જેમાં ચિંગ રાજવંશને સત્તા પરથી હટાવવાની ફરજ પડી. આ પછી ચીનમાં ‘કુઓમીનતાંગ’ સરકાર બની. કિંગ રાજવંશ હેઠળના તમામ વિસ્તારો હવે ‘કુઓમીનતાંગ’ સરકારને આપવામાં આવ્યા હતા. ‘કુઓમીનતાંગ’ સરકાર દરમિયાન ચીનનું સત્તાવાર નામ બદલીને રિપબ્લિક ઓફ ચાઇના’ કરવામાં આવ્યું હતું.
ઇ. સ. ૧૯૪૯માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (ઙછઈ) અસ્તિત્વમાં આવ્યું. તેને સામાન્ય રીતે ચીન કહેવામાં આવે છે. તેમાં ‘મેઇનલેન્ડ ચાઇના’ અને ‘હોંગકોંગ-મકાઓ’ નામના બે વિશેષ રીતે સંચાલિત પ્રદેશોનો સમાવેશ થાય છે. જ્યારે રિપબ્લિક ઓફ ચાઈના (છઘઈ) એ ૧૯૧૧ અને ૧૯૪૯ ની વચ્ચે ચીન પર કબજો કર્યો હતો. હવે તેની પાસે ‘તાઈવાન’ અને કેટલાક ટાપુઓ છે. તેને સામાન્ય રીતે ‘તાઇવાન’ કહેવામાં આવે છે. વર્તમાનમાં ચીન તાઇવાનનો પ્રશ્ન જાણીતો છે.
લા ટ્રોબ યુનિવર્સિટી એશિયા સિક્યોરિટી રિપોર્ટમાં ચીનની વિસ્તારવાદી નીતિ વિશે તથ્યો રજૂ કર્યા. ચીને ઈસ્ટ તુર્કસ્તાનમાં ૧૬.૫૫ લાખ ચો. કિ. તેમજ ૭ ઓક્ટોબર ૧૯૫૦ના રોજ તિબેટના ૧૨.૩ મિલિયન ચો. કિ. વિસ્તાર પર કબજો કર્યો. ૮૦ ટકા બૌદ્ધ વસ્તી ધરાવતા તિબેટ પર હુમલો કરીને તેણે તેની સરહદ ભારત સુધી વિસ્તારી. તેને અહીં અસંખ્ય ખનિજો, સિંધુ, બ્રહ્મપુત્રા, મેકોંગ જેવી નદીઓનો સ્ત્રોત મળ્યો. ઑક્ટોબર ૧૯૪૫માં ૧૧.૮૩ લાખ ચો. કિ.ના ક્ષેત્રફળવાળા મંગોલિયા પર આક્રમણ કર્યું અને તેના પર કબજો કર્યો. તેની પાસે વિશ્વના ૨૫% કોલસાના ભંડાર છે. ૧૯૯૭માં હોંગકોંગ પર કબજો કર્યો હતો. ચીનનો રશિયા સાથે ૫૨ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને લઈને વિવાદ છે.
વન ચાઇના નીતિ પર અન્ય દેશોનું વલણ : આજે વિશ્વના માત્ર ૧૫ દેશો આરઓસીને માન્યતા આપે છે. તેમાં બેલીઝ, ગ્વાટેમાલા, હૈતી, હોલી-સી, હોન્ડુરાસ, માર્શલ ટાપુઓ, નૌરુ, નિકારાગુઆ, પલાઉ, પેરાગ્વે, સેન્ટ લુસિયા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ, સ્વાઝીલેન્ડ અને તુવાલુનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ઠઝઘ) જેવી આંતરરાષ્ટ્રીય આંતર-સરકારી સંસ્થાઓ પણ સત્તાવાર રીતે આરઓસીને માન્યતા આપતા નથી. આ મામલે ભારતનું વલણ તટસ્થ છે. એક સમયે તે ચીનની વન ચાઈના નીતિને સમર્થન આપતું હતું, પરંતુ ગાલવાનમાં હિંસક અથડામણ બાદ ભારતનું વલણ બદલાઈ ગયું છે. એટલું જ નહીં તાઈવાનના તત્કાલીન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં પણ બે સાંસદો વર્ચ્યુઅલ રીતે સામેલ થયા હતા.
‘વન ઈન્ડિયા’ અને ‘નેબરહુડ ફર્સ્ટ’ ની નીતિ : એક સમયે ભારત ચીનની ‘વન ચાઈના નીતિ’ને સમર્થન આપતું હતું, પરંતુ ગલવાન, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, લદાખ, ‘અકસાઈ-ચીન’ કશ્મીર વગેરેમાં હિંસક અથડામણ અને સીમા વિવાદ બાદ ભારતનું વલણ બદલાઈ ગયું છે.
જો ચીન પોતાના પડોશી દેશમાં ‘વન-ચાઈના’ નીતિને આગળ ધપાવવા માગતુ હોય તો એ વાત પણ જાણે, સમજે કે ઉપર જણાવેલ પ્રદેશો એક અખંડ ભારતના છે અને રહેશે. આ વિચાર સાથે ચીન પણ ભારતની ‘વન-ઈન્ડિયા’ નીતિને સ્વીકારે.
ભારતની આ વન-ઈન્ડિયા’ નીતિના કેન્દ્રમાં વિસ્તારવાદને બદલે ‘નેબરહુડ ફર્સ્ટ’ અને વિકાસવાદને આગળ ધપાવી રહ્યું છે. ચીનની જેમ આર્થિક મદદ કરીને નાણાકીય સંકટ ઊભું કરતું નથી.
ભારત તેની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ તેના તમામ પડોશીઓ સાથે ‘મૈત્રીપૂર્ણ અને પરસ્પર ફાયદાકારક સંબંધો’ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારત એક ‘સક્રિય વિકાસ ભાગીદાર’ છે. ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ આ દેશો સાથે ભારતનું જોડાણ “સલાહાત્મક, બિન-પારસ્પરિક અને પરિણામલક્ષી અભિગમ પર આધારિત છે જે વધુ કનેક્ટિવિટી, સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વિકાસ, સહકાર, સુરક્ષા અને વ્યાપક લોકો-થી-લોકોના સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
ભારતની વિકાસવાદી નીતિ: ચીનની વિસ્તારવાદી નીતિની વિરુદ્ધ ભારત વિકાસવાદની નીતિમાં ‘નેબરહુડ ફર્સ્ટ’ને આગળ ધપાવી રહ્યું છે. જે અંતર્ગત ભારતે પોતાના પાડોશી દેશો સાથે વિકાસ અને વન ઇન્ડિયા માટે પ્રયત્નો કર્યા છે.
ભારત-માલદીવ: માલદીવ સાથે સુરક્ષા ભાગીદારીમાં ગઈઙકઊ નું ઉદ્ઘાટન ભારતના વિદેશ મંત્રી દ્વારા માલદીવની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન કરવામાં આવ્યું હતું. પુનર્વસન કેન્દ્ર માટે રિક્લેમેશન એન્ડ શોર પ્રોટેક્શન પ્રોજેક્ટ’ માટે ઞજ૮૦ મિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા. અડ્ડુમાં “ડ્રગ ડિટોક્સિફિકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટરનું નિર્માણ કર્યુ. આ કેન્દ્રમાં ભારત દ્વારા આરોગ્ય, શિક્ષણ, મત્સ્યોદ્યોગ, પ્રવાસન, રમતગમત અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં વિકાસની તકો રહી છે. ૨૦૨૧માં એક ભારતીય કંપની, અરભજ્ઞક્ષત, માલદીવમાં અત્યાર સુધીના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ – ગ્રેટર મેઈલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ (ૠખઈઙ) માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ભારત-ભુતાન: કૃષિ અને વીજળી જેવા પરંપરાગત ક્ષેત્રોમાંથી પ્રવાસન, આઈટી અને શિક્ષણ, આર્થિક અને વ્યવસાયિક ભાગીદારી જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. ભુતાનમાં હાઇડ્રોપાવર વિકાસ એ દ્વિપક્ષીય સહયોગનું કેન્દ્રિય તત્ત્વ રહ્યું છે. હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાંથી ઉત્પન્ન થતી મોટાભાગની વીજળી ભારતમાં નિકાસ કરવામાં આવે છે અને તે ભુતાનને સતત આવક પૂરી પાડે છે. ૧૯૪૯ની ભારત-ભુતાન શાંતિ અને મિત્રતાની સંધિ સ્થાયી શાંતિ અને મિત્રતા, મુક્ત વેપાર અને વાણિજ્ય અને એકબીજાના નાગરિકો માટે સમાન ન્યાય પર ભાર મૂકે છે. આ ઉપરાંત ભુતાનના વિકાસમાં ભારત મુખ્ય ભાગીદાર દેશ છે. ૧૯૬૧માં ભુતાનની પ્રથમ પંચવર્ષીય યોજના (ઋઢઙ)ની શરૂઆત થઈ ત્યારથી ભારત ભુતાનના ઋઢઙ ને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે. ભારતે ભુતાનની ૧૨મી પંચવર્ષીય યોજના (વર્ષ ૨૦૧૮-૨૩) માટે રૂ. ૪૫૦૦ કરોડ આપ્યા છે.
ભારત-નેપાળ: થોડા સમય પહેલા માં.વ. નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિની, બુદ્ધના જન્મસ્થળની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે નેપાળના વડા પ્રધાન સાથે મળીને ભારતીય મદદથી બનાવવામાં આવી રહેલા બૌદ્ધ વિહારનો શિલાન્યાસ કર્યો હતો. ભારત હજુ પણ નેપાળનું મુખ્ય ભાગીદાર છે. નેપાળનો લગભગ ૬૦% વેપાર ભારત સાથે છે અને કુલ વિદેશી સીધા રોકાણમાંથી લગભગ ૪૮% ભારતમાંથી આવે છે. ૫૦ લાખથી વધુ નેપાળીઓ ભારતમાં નોકરી કરે છે. ભૌતિક માળખાકીય સુવિધાઓ, જળ સંસાધનો, માનવ સંસાધન, આરોગ્ય, વીજળી, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને કૃષિ જેવા મોટા ક્ષેત્રોને આવરી લેતા આગામી ત્રણ વર્ષમાં નેપાળના તેરાઈ ક્ષેત્રમાં ૬૦૦ કિલોમીટરના રસ્તાઓ, બે સંકલિત ચેકપોસ્ટ, બે ક્રોસ બોર્ડર રેલવે લિંક્સ પણ બનાવશે. વર્ષ ૧૯૫૦ની શાંતિ અને મિત્રતાની સંધિ અંતર્ગત બંને દેશોમાં રહેઠાણ, મિલકત, વેપાર અને હિલચાલ માટે ભારતીય અને નેપાળી નાગરિકોના પરસ્પર વ્યવહારની વાત કરવામાં આવી છે. બંને દેશોએ સતલજ જલ વિદ્યુત નિગમ (જઉંટગ) લિમિટેડ અને નેપાળ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી (ગઊઅ) વચ્ચે ૪૯૦.૨ મેગાવોટ અરુણ-૪ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટના વિકાસ અને અમલીકરણ માટે પાંચ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત – શ્રીલંકા: ભારત અને શ્રીલંકાએ એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા જેણે ભારતને જાફનાના ત્રણ ટાપુઓ (નૈનાતીવુ, ડેલ્ફ્ટ અથવા નેદુન્થિવુ અને એનાલિટીવુ) માં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવામાં મદદ કરી હતી. બંને દેશો મેરીટાઇમ ડિફેન્સ કોઓર્ડિનેશન સેન્ટર (ખછઈઈ) ની સ્થાપના કરવા માટે પણ સંમત થયા છે જે પડોશીઓ વચ્ચે વધુ સંરક્ષણ ક્ષેત્રે સહકાર દર્શાવે છે. ભારતે ‘યુનિટી ડિજિટલ આઇડેન્ટિટી ફ્રેમવર્ક’ લાગુ કરવા માટે શ્રીલંકાને અનુદાન આપવા સંમતિ આપી છે જે મુખ્યત્વે ‘આધાર કાર્ડ’ સિસ્ટમ પર આધારિત છે.
ભારત-બાંગ્લાદેશ: બંને દેશોએ તિસ્તાનું પાણી મળી રહે તે માટે જળ-સંસાધન સહયોગ, વ્યાપાર માટે સરહદી શુલ્ક, વીજળી અને ઊર્જા સહયોગ, સમૃદ્ધિ માટે કનેક્ટિવિટી, લોકોના સ્વાસ્થ્ય માટે, સરહદી સુરક્ષા માટેના કરાર કર્યા છે.
રાજવાણી: યુદ્ધ કે વિસ્તારવાદી નીતિને બદલે સંવાદ, વિકાસની નીતિ અપનાવીને પડોશીદેશો સાથે શાંતિ, સહકાર, સદ્ભાવ, પ્રેમ મેળવી શકાય છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.