Homeઆમચી મુંબઈમુંબઈમાં ડાન્સ બાર પ્રતિબંધની ઐસીતૈસી

મુંબઈમાં ડાન્સ બાર પ્રતિબંધની ઐસીતૈસી

મુખ્ય પ્રધાનને વીડિયો મોકલાયો

મુંબઈ: પ્રતિબંધની ઐસીતૈસી કરીને મુંબઈમાં ડાન્સ બાર ધમધમી રહ્યા હોવાનું ફરી એક વાર સામે આવ્યું છે. બોરીવલીમાં આખી રાત ખૂલા રહેતા ડાન્સ બારનો વીડિયો મનસેના સ્થાનિક નેતાએ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ટ્વીટ કરી મોકલાવ્યોે છે.
બિયર બારમાં યુવતીઓના ડાન્સ અને તેના પર રૂપિયા ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં બોરીવલી પૂર્વમાં કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં ૧૪થી ૧૫ બાર મળસકે પાંચ વાગ્યા સુધી ધમધમતા હોવાની માહિતી મુખ્ય પ્રધાનને ટ્વીટ કરીને અપાઈ છે. તેમને મોકલવામાં આવેલા વીડિયોમાં દારૂના નશામાં ચૂર કેટલાક યુવાનો ડાન્સ કરતી બારબાળાઓ પર રૂપિયા ઉડાવતા નજરે પડે છે.
ટ્વીટ કરીને મુખ્ય પ્રધાનને સવાલ પૂછવામાં આવ્યો છે કે તમે થાણેમાં ૧૩ બાર તોડાવ્યા, હવે અમે પણ બોરીવલીમાં બાર તોડીએ? આ મુદ્દે કાર્યવાહી કરવામાં ન આવે તો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
ડાન્સ બાર પર પ્રતિબંધ મૂકનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સ્વર્ગીય નેતા આર. આર. પાટીલની આગેવાનીથી ડાન્સ બાર બંધ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં આ વિષય રજૂ કરીને ઑગસ્ટ, ૨૦૦૫માં રાજ્યમાં ડાન્સ બાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular