વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દબંગ છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જરોદ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમયે મધુ શ્રીવાસ્તવે કહ્યુંકે, ઈવીએમ મશીનમાં મારો ક્રમાંક સાત નંબરનો છે અને ઉપરના બીજા છ નંબરના તો છક્કાઓ છે. તમે સાત નંબરનું જ બટન દબાવજો. બીજા મતદારોને પણ કહેજો કે સાત નંબરનું બટન જ દબાવે. આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવ વિવાદાસ્પદ નિવેદનો આપી ચુક્યા છે.
મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશેને તો હું ગોળી મારી દઈશ. હું આજે પણ એ જ 1995નો બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.
મધુ શ્રીવાસ્તવ વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપની ટિકિટ પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. આ વખતે ભાજપે ટિકિટ ન આપતા તેમણે ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષથી ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેમના કાર્યકર્તાઓને હેરાન કરનારને ગોળી મારી દેવાની ધમકી આપી ચુક્યા છે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
‘તમે 7 નંબરનું બટન જ દબાવાજો, ઉપરના 6 નંબરના છક્કાઓ છે’ મધુ શ્રીવાસ્તવનું ફરી વિવાદાસ્પદ નિવેદન
RELATED ARTICLES