કથામાં તમે બેઠા પછી કથા તમારામાં બેઠી?

પુરુષ

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકર

અરે આમ સ્ટેચ્યુ ઑફ યુનિટીના પૂતળાની જેમ ઊભા છો શું? પેલા શાસ્ત્રીની સાથે મૂહુર્ત નક્કી કરી બધા સગાવ્હાલા, સ્નેહીજનોને કથાનું આમંત્રણ આપી દો ને ખાસ કહેજો કે શ્રાવણ છે તો શ્રવણ કરી લો, ભાદરવાનો ભરોસો નઇ. એ વખતે માત્ર કાગડા જ દેખાશે. “ચંપા ચંબુને કહી રહી હતી…
“અરે કઉં છું યાર, પણ તુ યાદ રાખ, બધા સગા-વ્હાલા કથા સાંભળવા નથી આવતા. કેટલાંકને ઘરમાં છોકરાઓ અડધી રાત સુધી સુવા નથી દેતા ને ઘરમાં તકલીફ પડતી હોવાથી કાચી ઊંઘમાંથી આવ્યા હોય એ ઊંઘ પૂરી કરવા આવ્યા હોય છે સમજી? અને કથામાં તો ઘણાં બધા બેસતા હોય છે. પણ પછી કથા બધામાં બેસતી નથી-ટ્રેજીક કોમેડી…
એટલામાં દરવાજે અવાજ સંભળાયો. “તુમને પુકારા ઓર હમ ચલે આયે દરવાજે જોયું અસત્યનારાયણ પ્રગટ થયેલા. ચંપા બોલી પધારો પધારો અમારા અહોભાગ્ય જુઓ શાસ્ત્રીજી આપણી વાત થયા મુજબ અમારે રામાયણ તો બેસાડવાની છે. પણ નો ચીલાચાલુ, નોવેલ્ટીવાળી, તમારે એવી રામાયણ બેસાડવાની કે તુલસીદાસ-વાલ્મીકીથી માંડી મોરારીબાપુ મોઢામાં આંગળા નાખી જાય થોડા ટેન્સનમાં પણ આવી જાય. તુલસીદાસ ઉપર ને બાપુ અહીં… સમથીંગ ડિફરન્સ આઇ બાત સમજ મે?
“શાસ્ત્રીજીના ચહેરા પર મૂંઝવણના ૭૪૭ હાવભાવ ઉપસ્યા ડિફરન્સ? અરે ડિફરન્સ કરવાવાળા આપણે કોણ? શાસ્ત્રમાં લખ્યું છે એ….
અરે પણ શાસ્ત્ર કોને લખ્યું છે. લાવો શાસ્ત્ર હું લખી દઉં…
મારાથી કથાની પ્રથા તોડાય નઇ, નઇતર લોકો મને તોડી નાખે, પ્લીઝ… મારા બાપુજીએ મને ગોખાવી છે. આગળ વધવા હું મારા દીકરાને ગોખાવી તૈયાર કરું છું.
“અરે કેટલું ગોખાવાનું? કંઇક નવીન લઇ આવો. રામે એ જ ધનુષ્ય તોડવાનું એ જ રામ-લક્ષ્મણ-સીતાનો ચૌદ વરસ વનવાસ મા સીતાનું રાવણ દ્વારા અપહરણ શબરીના એઠા બોર ખાવાનું ને પછી હનુમાનજી ઍન્ડ પાર્ટીના સહારાથી સીતાને છોડાવી શ્રીરામને સુપરત…. આ બધા બનાવો. જૂના ચવાઇ ગયેલા ને આઉટ ઑફ ડેટેડ થઇ ગયા છે. આ બધું સાંભળી સાંભળી લોકોના કાન પાકી ગયા છે ને મગજ થાકી ગયું છે. હવે કંઇક થ્રીલ જોઇએ. હવે શું થશે એવું બધા વિચારે જામો પડી જશે જામો આપણી ગેરંટી…
તો તમે જ સમજાવો રામાયણમાં મારે નવું શું કરવાનું.
એ અમારે સમજાવાનું? તો તમને શું કેરમ રમવા બેસાડવાના? જુઓ જંગલમાં સીતાજીને એકલાને કંટાળો આવે વાત કરવા કોઇ બીજી સ્ત્રી નથી. તો ઉર્મિલાને વનમાં તેડાવી લે, હનુમાનજી દ્વારા મંદોદરીનું અપહરણ કરાવો, આવું કંઇક લાવો તમારું નામ થઇ જશે. તમારી રામાયણ બેસાડવા લાઇન લાગશે લાઇન. લોકો
કહેશે વાહ શાસ્ત્રી, લાયા બાપુ લાયા….
અરે લાઇનની ક્યાં માંડો છો. લોકો કથામાં નઇ, ઘરમાં બેસાડી દેશે. પ્લીઝ અસત્યનારાયણ રડવા જેવા થઇ ગયાં. ખોટી જીદ ન કરો. અરે તમે બે નંબર રોકી રાખી હોય એવું મોઢું ન કરો, ને સમજાવો કે સીતાજીની સાથે ઉર્મિલા વનમાં કેમ ન ગઇ. નઇતર રામાયણની પૂર્ણાહુતિ પહેલા તમારી પૂર્ણાહુતિ માટે તૈયાર રહો…
અરે એ શું બોલ્યા? રામાયણ મેં લખી નથી. તમે કોર્સ બહારના સવાલ ન કરો. નઇતર મારી અંદર ધરબાયેલા જ્ઞાનને હું લોકોે સુધી કેમ પહોંચાડીશ અરે અમારી બાજુમાં રહેતી જયંતીકાકાની ઉર્મિલા કેમ સાસરે નથી ગઇ. એ ખબર નથી તો આ તો હજારો વર્ષો પહેલાની પુરાતન પથ્થર યુગની ઉર્મિલાની કયાંથી ખબર હોય. તો કથાકાર બન્યા શું કામ? જખ મારવા? અને તમે જયંતીકાકાની ઉર્મિલાની વાત કરો છો, પણ એના તો લગન જ ન્હોતા થયા તો સાસરે તંબુરામાંથી જાય… સમજયા જાણ્યા વગર ઠોકમઠોક કરો છો. નાઉ ટેલ મી તમે એ ઉર્મિલાનું આપણી રામાયણમાં શું કરવા માગો છો?
હું શું કરવાનો? આ તો પૂજય દશરથ રાજાના પરિવારમાં આખી જિંદગી વિતાવીએ તો પણ ખબર ન પડે. એવું કોકડું ગુંચવાયું છે.
અરે એ ગુંચ તો ઉકેલવાની છે. તમે કાલથી ઠાકરપીઠ ઉપરથી કથા શરૂ કરો.
“ઠાકરપીઠ ઉપરથી? એને ઠાકરપીઠ નઇ વ્યાસ પીઠ કહેવાય.
અરે પણ અમે વ્યાસ નથી ઠાકર છીએ ને ઠાકરપીઠ ઉપરથી જાહેરમાં જાહેર કરવાનું. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વીથ ઉર્મિલા. રામ સાથે સીતા હોય તો લક્ષ્મણ સાથે…
ઉર્મિલા કેમ નઇ, હું સમજી ગયો…
સમજી ગયા હો તો નાઉ યુ કેન ગો. નાઉ નો ક્ધફયુઝન… ઓકે નઇતર યુ નો રામાયણની પૂર્ણાહુતિ પહેલા….
મારી પૂર્ણાહુતિ, શાસ્ત્રી અસત્યનારાયણના કપાળ પર અઢી લીટર પરસેવો વળી ગયો. ઘરે જઇ ગુગલમાં સર્ચ કર્યું. તો આ શું? ગુગલે સામે પૂછયું. કંઇ ઉર્મિલા? હજારો ઉર્મિલાઓ છે. ને કંઇ રામાયણ? કોની રામાયણ, તુલસીદાસની કે મોરારીબાપુની? પોતાના માથા પર ટપલી મારી મગજને ખૂબ ઢંઢોળ્યું. શાસ્ત્રી મુઝાયા સાલુ આ તો ગુગલ છે કે ઘરવાળી પ્રોપર જવાબ જ નઇ પછી બીજા કથાકારો સાથે મિટિંગ કરી ચર્ચા કરી કારણ કે મોત આવે એ પહેલા મારે મરવું નથી. રામાયણીની પૂર્ણાહુતિ પહેલા… બાપરે આ વિચાર ધ્રુજાવી દે છે એ વાકય યાદ આવે ત્યારે હૃદય ધબકારો ચૂકી જતુ.
અંતે જીસકા કોઇ નહીં ઉસકો તો સાથ દેતી વાઇફ હૈ. અંતે શાસ્ત્રીણીએ આઇમીન વાઇફ ઑફ અસત્યનારાયણે ઉર્મિલા ન જવાનું કારણ શોધી કાઢયું.
બીજા દિવસે ચંપા-ચંબુને શાસ્ત્રીજીએ મળીને સમજાવ્યા જુઓ બેન, ઉર્મિલા કેમ વનમાં કેમ ન ગઇ. એનું સચોટ કારણ મળી ગયું છે. સાંભળો રામ-લક્ષ્મણ-સીતાની સાથે અગર ઉર્મિલાબેન પણ ગયા ને પેલો રાવણ લોટ માગવા આવે તો લોટ આપવા કોણ ઊભું થાય. સીતા કે ઉર્મિલા…. જેઠાણી કે દેરાણી….
“ઓફકોર્સ ઉર્મિલા જ જાયને?
એકઝેટલી બેન, તો પછી અપહરણ પણ કોનું થાય?
ઉર્મિલાનું ચંપા-ચંબુ ફાટી આંખે શાસ્ત્રીને જોઇ રહ્યાં.
રાઇટ તો યુ નોે કે લક્ષ્મણભાઇ તો શેષ નાગનો અવતાર ને ઇતિહાસ સાક્ષી છે કે પળ નો ય વિલંબ કર્યા વગર રાવણને ત્યાં ને ત્યાં પતાવી દે ને રાવણ એકવાર પતી જાય પછી શું? આ તો બધી નવ દિવસની વિધી બે દિવસમાં જ પૂરી થાય તો બાકીના સાત દિવસ ખાલી મંજીરા વગાડવાના? એટલે બેન રામાયણ જો નવ દિવસ ચલાવવી હોય તો ઉર્મિલાનું નઇ, પણ સીતાનું અપહરણ જરૂરી છે. સમજયા?
વાઉઉ વ્હોટ એ લોજીક શાસ્ત્રીજી યુઆર રાઇટ આ વાત તો હું એક સ્ત્રી હોવા છતાં ન સમજી શકી, મારા મગજમાં જ ન આવી, હવે તમે નવ દિવસના બદલે પંદર દિવસ નો પ્રોબ્લેમ. આવી જાઓ પરમ દિવસે….
અસત્યનારાયણને ખેંચો માથેથી મોતની મોટી ઘાત ગઇ એટલો આનંદ થયો.
શું કહો છો?
(વધુ આવતા અઠવાડિયે)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.