પુણેઃ પુણેમાં પેટા ચૂંટણીના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે અને બીજેપીએ હેમંત રસાને અને મહાવિકાસ આઘાડીએ રવિન્દ્ર ધંગેકરે મેદાનમાં ઉતાર્યા છે. મહાવિકાસ આઘાડી પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે એટલે ભાજપ પણ ચૂંટણી લડવા માટે તૈયાર છે. આ પેટા ચૂંટણી માટે ગૃહ પ્રધાન અમિત શાહ ખુદ મહારાષ્ટ્રના પુણેની મુલાકાતે આવશે. 18મી અને 19મી ફેબ્રુઆરીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમિત શાહ પુણેની મુલાકાતે આવશે અને તેમની સાથે પેટા ચૂંટણીના પ્રચાર માટે ભાજપના અન્ય 40 સ્ટાર પ્રચારક પણ પુણે આવશે.
ભાજપના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહે મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારને સ્ટાર પ્રચારકની યાદી મોકલાવી છે. કેન્દ્ર, રાજ્ય અને શહેરીય સ્તરના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. આ બધા પ્રચારકોને પેટા ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
પુણેની કસબા વિધાનસભાની સીટ પર પેટા ચૂંટણી માટે શુક્રવારે 16 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હોવાની માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. અધિકારીઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ ઉમેદવારોમાં ભાજપના હેમંત રસાને અને કોંગ્રેસના રવીન્દ્ર ધંગેકરનો સમાવેશ થાય છે. શુક્રવારે નામાંકન પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસના બાબાસાહેબ દાબેકર કે જેમણે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું હતું તેમણે અને આમ આદમી પાર્ટીના કિરણ કાદ્રેએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ફેબ્રુઆરી 26ના પેટા ચૂંટણી યોજાશે અને મત ગણતરી બીજી માર્ચના થશે.
‘સાહેબ’ પછી હવે મોટાભાઇ આવશે આ તારીખે મહારાષ્ટ્રની મુલાકાતે
RELATED ARTICLES