નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટની જાહેરાત કરી હતી, જેમાં રેલવેની સાથે મેટ્રો માટે જંગી નાણાકીય જોગવાઈ કરી હતી. મેટ્રો માટે 19,518 કરોડની ફાળવણી કરી હતી. બજેટ રજૂ કરવામાં આવ્યા પછી રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવે કહ્યું હતું કે દેશમાં વંદે ભારત ટ્રેનની સફળતા પછી હવે રેલવે 2024-25 સુધી વંદે મેટ્રો ટ્રેનની શરુઆત કરવામાં આવી રહી છે.
રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવે કહ્યું હતું કે શહેરમાં પચાસથી 60 કિલોમીટરનું અંતર નક્કી કરવા સુધી વંદે મેટ્રો કન્સેપ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પ્રોડ્કશન અને ડિઝાઈનનું કામ પૂરું કરવામાં આવશે અને આગામી વર્ષથી તેને ચાલુ કરવાની યોજના છે. રેલવે પ્રધાને કહ્યું હતું કે વંદે મેટ્રો 125થી 130 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવશે, જ્યારે તેની ડિઝાઈન મુંબઈ સબર્બનના આધારે રહેશે. જોકે, વંદે મેટ્રોમાં ટોઈલેટની વ્યવસ્થા હશે નહીં, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.
વંદે મેટ્રો ટ્રેન 1950 અને 1960માં ડિઝાઈન કરવામાં આવેલી અનેક ટ્રેનોને રિપ્લેસ કરવામાં આવશે. આ ટ્રેનની ડિઝાઈનની નક્કર પડદો પાડવામાં આવ્યો નથી, પરંતુ આ ટ્રેનોમાં વંદે ભારત જેવી સુવિધા હશે. આ ટ્રેનના વપરાશથી પ્રદૂષણ ઘટશે. વંદે ભારત ટ્રેનના માફક આ ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ આધુનિક હશે, જ્યારે રેડ સિગ્નલ તોડવાની રોકવા માટે કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, જીપીએસ, એલઈડી સ્ક્રીન ઉપલબ્ધ રહેશે. એટલું જ નહીં, આ ટ્રેનનું ભાડું સસ્તું હશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ટ્રાવેલ કરી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
‘વંદે ભારત’ પછી હવે ‘વંદે મેટ્રો ટ્રેન’ દોડાવાશેઃ રેલવે પ્રધાનની જાહેરાત
RELATED ARTICLES