પેપ્સિકો ખાદ્ય ઉદ્યોગમાં એક મોટું નામ ગણાય છે. તે બેવરેજ સેક્ટરમાં અગ્રણી ઉત્પાદક છે. હવે આ કંપની કર્મચારીઓની છંટણી કરવાની તૈયારી કરી રહી છે. પેપ્સિકો કંપની વિશ્વભરમાં ત્રણ લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. અહેવાલ મુજબ, પેપ્સિકો આર્થિક મંદીના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઘણા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. તેથી, નજીકના ભવિષ્યમાં પેપ્સિકો કંપનીમાંથી કર્મચારીઓને દૂર કરવામાં આવે તેવી સંભાવના છે. તાજેતરમાં મોટી ટેક કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે .
પેપ્સિકો લગભગ 100 કર્મચારીઓને પાણીચુ પકડાવે તેવી શક્યતા છે. જોકે, કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. સૌ પ્રથમ માઈક્રોસોફ્ટ કંપનીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. તે પછી, એમેઝોન, ટ્વિટર, મેટા, એપલ જેવી ટેક કંપનીઓએ ઘણા કર્મચારીઓને નોકરીએથી કાઢી મૂક્યા હતા.
પેપ્સિકો કંપની ચિપ્સ, ક્વેકર ઓટ્સ, ડોરીટોસ અને ઠંડા પીણા જેવી ઘણી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. પેપ્સિકો કંપનીના આંકડા અનુસાર, કંપનીના વિશ્વભરમાં લગભગ 3,09,000 કર્મચારીઓ છે. પેપ્સિકો એકલા અમેરિકામાં 1.29 લાખ લોકોને રોજગારી આપે છે. અમેરિકામાં મંદીનો ભય સતત વધી રહ્યો છે. આ કારણે દેશની તમામ મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને છટણી કરી રહી છે. કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને કંપની પર નાણાકીય બોજ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી કરવાનું પણ બંધ કરી દીધું છે.
પેપ્સિકો એ અમેરિકન ફૂડ એન્ડ બેવરેજ કંપની છે. આ કંપનીની શરૂઆત વર્ષ 1898માં થઈ હતી. હવે આ કંપની 124 વર્ષની થઈ ગઈ છે. પેપ્સિકો કંપનીનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. પેપ્સી, માઉન્ટેન ડ્યૂ, લેસ પોટેટો ચિપ્સ, ટ્રોપીકાના, ડોરીટોસ, લિપ્ટન ગ્રીન ટી, ચીટોસ, મિરિન્ડા પેપ્સીકો કંપનીના પ્રખ્યાત ઉત્પાદનો છે.
પેપ્સિકોએ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી
RELATED ARTICLES