ભારત એ વિવિધ સંસ્કૃતિને વરેલો દેશ છે અને આપણા દેશમાં વિવિધ સંપ્રદાય-જાતિ, ધર્મના લોકો વસવાટ કરે છે. જેમાં હિન્દુ ધર્મના લોકો આસ્થા સાથે જોડાયેલા છે આ ઉપરાંત વિવિધ તિથિઓ, યોગ વગેરેમાં વધારે મહત્વ ધરાવતા હોય છે અને એમાં પણ ગુરુ પુષ્ય યોગનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ મહિનાની આગામી 25મી મે 2023ના રોજ ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે અને આ યોગને ખુબ જ શુભ માનવામાં આવે છે.
મે મહિના બાદ ડિસેમ્બરમાં ફરી બીજી વખત આ યોગ બનશે. આ દિવસે વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમન્વય થાય છે
આ વખતે ગુરુ પુષ્ય યોગની સાથે સાથે બીજા પણ 5 શુભ યોગ બની રહ્યા છે. જેમાં વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમાવેશ થાય છે અને એવું માનવામાં આવે છે કે 25મી મેનો દિવસ અત્યંત શુભ છે અને આ યોગને કારણે કેટલીક રાશિઓ પર ધનનો વરસાદ થશે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
વૃષભઃ
આ રાશિના જાતકોને વેપારમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે અને નોકરી કરતા લોકોના પગારમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે. નવા લોકો સાથે મુલાકાત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સાબિત થશે. પરિણીત લોકોનું દામ્પત્ય જીવન સુખમય રહેશે. નોકરીમાં સહકર્મી સાથે સારા સંબંધ વિકસી શકે છે.
મિથુનઃ
આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં તેમને ગુરુ પુષ્ય યોગ ઉંચા પદ પ્રાપ્ત કરાવશે. આ ઉપરાંત તમે પરિવાર સાથે સારો એવો સમય વિતાવી શકશો. ભાગ્યનો સાથ મળી રહેશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોને સંતાન પક્ષથી ખૂશખબરી મળી શકે છે. ગુરુ પુષ્ય યોગના પ્રભાવથી ધંધા- રોજગારમાં લાભ પ્રાપ્ત થાય. વ્યાપારીઓ માટે આ સમય શુભ ફળ આપનારો સાબિત થશે. પરંતુ સ્વાસ્થ્યની કાળજી રાખવી જરુરી છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોતાના કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમને તેનો પૂરેપૂરો લાભ મળશે અને પાર્ટનરનો સહકાર મળશે. સહકર્મચારીઓનો પણ સહકાર સારો પ્રાપ્ત થશે.