View this post on Instagram
અત્યારે જ્યાં જુઓ ત્યાં બાદ વર્લ્ડ ચેમ્પિયન બનેલાં આર્જેન્ટિના અને તેના પ્લેયર્સની જ ચર્ચા ચાલી રહી છે અને તેમાં મેસી તો અત્યારે ટ્રેન્ડમાં છે. મેસી હવે ફરી એક વખત ટ્રેન્ડમાં આવ્યો છે અને તેનું કારણ છે કે તેણે વર્લ્ડકપન જિત્યા બાદ હવે એક ઈંડાને પણ હરાવીને આગળ નીકળી ગયો છે. વાત જાણે એમ છે કે ઈન્સ્ટાગ્રામ પર લાઈક્સના મામલામાં મેસીએ ઈંડાને પાછળ મૂકી દીધો છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ મેસીએ કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરી હતી અને આ પોસ્ટ સુધી 5 કરોડ 76 લાખથી વધુ લાઈક્સ મેળવીને વધુ લાઈક્સ મેળનારી પોસ્ટ બની ગઈ છે. પહેલાં આ રેકોર્ડ એક ઈંડાના નામ પર હતું જેને 5 કરોડ 61 લાખ લાઈક્સ મળ્યા હતા. આ ઈંડાનો ફોટો વર્લ્ડ રેકોર્ડ એગ નામના એકાઉન્ટ પરથી ચોથી જાન્યુઆરી, 2019ના શેયર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર મેસીના 40 કરોડ 5 લાખ ફોલોવર્સ છે.
View this post on Instagram