Homeટોપ ન્યૂઝપાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ નકવીએ વિપક્ષ પર કર્યા પ્રહાર!

પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ નકવીએ વિપક્ષ પર કર્યા પ્રહાર!

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયા બાદ ભારતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ દેશના વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,અન્ય દેશોની સરખામણીમાં ભારત બધા માટે ખૂબ જ સુરક્ષિત દેશ છે. અહીંના મુસ્લિમોને ધાર્મિક, વ્યક્તિગત અને સ્વૈચ્છિક સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતને બદનામ કરનારાઓએ બોધપાઠ લેવો જોઈએ. ભારતમાં મુસ્લિમો વધુ સુરક્ષિત છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર થયેલો હુમલો તેનો મજબૂત પુરાવો છે. પાકિસ્તાનની ઘટના ભારત પર સવાલ ઉઠાવનારાઓ માટે અરીસો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વિરોધ પ્રદર્શન દરમિયાન બે બંદૂકધારીઓએ પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઈમરાન ખાન પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઈમરાન ખાનને ઈજા પહોંચી હતી.

RELATED ARTICLES

Most Popular