Bollywood એક્ટર Ranveer Singhના ન્યૂડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર બબાલ થઈ ગઈ છે ત્યારે બોલીવૂડ સ્ટાર્સ રણવીરના આ બોલ્ડ મૂવની પ્રશંશા કરી રહ્યા છે. જોકે, હવે બિગ બોસ 13 ફેમ આસિમ રિયાઝે પણ રણવીરના ટ્રેન્ડમાં જોડાઈ ગયો છે. ફિટનેસ ફ્રીક આસિમ રિયાઝે સોશિયલ મીડિયા પર તેના હોટ અને સેક્સી ફોટોશૂટના વીડિયો અને તસવીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે રણવીરથી પ્રેરણા લઈને…
યુઝર્સ આસિમના આ હોટ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધનીય છે કે રણવીરના ફોટોશૂટને જોયા બાદ એક સંસ્થાએ મુંબઈ પોલીસને ફરિ.યાદ કરી હતી અને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો. ન્યૂડ ફોટોશૂટનો વિવાદ વધતો હોવાને કારણે એક્ટર્સ તેના સપોર્ટમાં આવી રહ્યા છે.