ભાજપ નેતા કિરિટ સોમૈયાએ ફ્લેટધારકોના હિત માટે મુંબઈની બહુમાળી અનધિકૃત ઈમારતોનું સ્પેશિયલ ઓડિટ આવે એવી માગણી કરતો પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સોમવારે લખ્યો હતો.

સોમૈયાએ નોએડાના 100 મીટર ઉંચા સુપરટેક ટ્વિન ટાવરને ધ્વસ્ત કર્યા બાદ સીએમને પત્ર લખીને જણાવ્યું હતું કે, બીએમસીમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે મુંબઈમાં બહુમાળી ટાવરનું નિર્માણ થયું છે. નોએડામાં ટ્વિન ટાવરને તોડી પાડવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે લીધો એવી જ રીતે મુંબઈમાં અનધિકૃત ટાવર્સનું સ્પેશિયલ ઓડિટ કરવામાં આવે.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે બિલ્ડરોની લોબી બીએમસી કર્મચારી અને અધિકારીઓ સાથે મળીને આવા પ્રકારની અનધિકૃત ઈમારતોનું નિર્માણ કરી રહી છે.

Google search engine