મુંબઈ: ગુડી પડવા નિમિત્તે મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો મેળો યોજાયો હતો. આ સભામાંથી મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ઉદ્ધવ ઠાકરે પર જોરદાર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના કારણે અમારે શિવસેના કેવી રીતે છોડવી પડી? તે ઘટના પણ જણાવવામાં આવી હતી. રાજ ઠાકરેએ આ પ્રસંગે પોતાના ભાષણ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથને સીધી ચેતવણી આપતા કહ્યું હતું કે, મારે તમારી સાથે કેટલીક બાબતો વિશે વાત કરવી છે. ઘરની વાત બહાર લાવવી નથી, હું તેમના પક્ષ (ઠાકરે જૂથ)ના લોકોને ચેતવણી આપી રહ્યો છું કે હું આજે કંઈ કહું પછી કાલે તમે મોં ખોલશો નહીં. અન્યથા મારા મોઢામાંથી જે વાત નીકળશે તે તમે પચાવી શકશો નહીં.
રાજ ઠાકરેએ ઉમેર્યું, હું માત્ર એક કે બે ઘટનાઓ જણાવવા માંગતો હતો, જેનાથી તમને વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આવશે. પણ બધા વિચારે છે કે હું તો મહાબળેશ્ર્વરની જ વાર્તા કહું છું. પરંતુ તે પહેલા શું થયું તે જણાવવું જરૂરી છે.
ઉદ્ધવ ઠાકરે અને શિંદે ગુટના ધનુષ્યબાણ ચિન્હ બાબતે બોલતા તેમણે જણાવ્યું હતું કે “શિવસેનાનું ધનુષ્ય બાણ ફક્ત ધનુષ્ય બાણ નહોતું તે શિવધનુષ્ય હતું, તે ફક્ત બાળાસાહેબ ઠાકરેને જ ફળે અન્ય કોઈને નહીં ફળે એ મને ખબર હતી. ઉ