મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન હોટલનું ફૂડ ખાતા જોવા મળે છે. આ વીડિયો જાહેર કરતી વખતે બીજેપીએ કહ્યું કે આ જેલ નહીં પરંતુ રિસોર્ટ જેવું લાગે છે. આ સાથે સત્યેન્દ્ર જૈને કરેલા દાવા પર સવાલો ઉભા થયા છે જેમાં તેમણે કહ્યું હતું કે તેમને યોગ્ય ભોજન આપવામાં આવી રહ્યું નથી.
ભાજપે જાહેર કરેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના પલંગ પર ત્રણ અલગ-અલગ ડબ્બા દેખાય છે, જેમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ રાખવામાં આવી છે. સાથે સત્યેન્દ્ર જૈન ફળ ખાતા પણ જોવા મળે છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે જ્યારે તેમના વકીલે દાવો કર્યો હતો કે જેલવાસ દરમિયાન તેમનું વજન 28 કિલો ઘટી ગયું છે.
जेल में ऐश लेता हुआ कट्टर भ्रष्टाचारी सत्येंद्र जैन। #TherapistNahiRapist pic.twitter.com/Xj6JurgrKA
— BJP Delhi (@BJP4Delhi) November 23, 2022
“>
કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ કહ્યું કે યમુના પણ AAPના પાપો ધોઈને ગંદી થઈ ગઈ છે. જેલમાં હોવા છતાં પણ સત્યેન્દ્ર જૈનને પ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા નથી. જેલમાં મસાજથી લઈને પેક્ડ ફૂડ સુધીની સેવાઓ આપવામાં આવી રહી છે. AAP નેતાઓ દિલ્હીને ઉઘરાણીનો સ્ત્રોત માને છે અને દિલ્હીના પૈસાથી દેશભરમાં પ્રચાર કરે છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી પહેલા સામે આવેલા સત્યેન્દ્ર જૈનના આ પ્રકારના વીડિયોથી આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. BJP આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતી જોવા મળી રહી છે. મસાજનો વીડિયો જાહેર કર્યા બાદ BJPએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને આ મામલે તપાસ કરવા પત્ર લખ્યો છે.