મહારાષ્ટ્ર બાદ પ. બંગાળમાં ‘ખેલા’, ભાજપ નેતા મિથુન ચક્રવર્તીનો ટીએમસી વિશે મોટો દાવો

દેશ વિદેશ

મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનું ધ્યાન હવે પ. બંગાળ પર છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ગઢમાં ભગવા પાર્ટી તેમની રણનીતિ સાથે મોટો ઝટકો આપવા જઇ રહી છે. અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો કે તેઓ પોતે 21 ધારાસભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે.
આ પહેલા મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે હું માનું છું કે ભાજપ 2024માં (સત્તા પર) નહીં આવે. ભારતમાં બેરોજગારી 40% વધી રહી છે પરંતુ બંગાળમાં 45% ઘટી છે. આજે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે અને તેઓ લોકોને આરોપી ગણાવી રહ્યા છે. તેઓ માત્ર બંગાળની છબી ખરાબ કરવા માગે છે. તેમની (ભાજપ) પાસે કોઈ કામ નથી, તેમનું કામ 3-4 એજન્સીઓ દ્વારા રાજ્ય સરકારો પર કબજો કરવાનું છે. તેઓએ મહારાષ્ટ્ર, હવે ઝારખંડ કબજે કરી લીધું છે પણ બંગાળમાં તેમની દાળ પચશે નહીં. બંગાળને તોડવું સરળ નથી કારણ કે તમારે પહેલા રોયલ બંગાળ ટાઈગર સાથે લડવું પડશે.
બીજેપીના મુસ્લિમો પ્રત્યે નફરતના સવાલ પર મિથુન ચક્રવર્તીએ કહ્યું કે ભારતના ટોચના ત્રણ સ્ટાર મુસ્લિમ છે. સલમાન, શાહરૂખ અને આમિર! આ કેવી રીતે શક્ય છે? ભાજપ 18 રાજ્યોમાં સત્તા પર છે. જો ભાજપ તેમને નફરત કરે છે અથવા હિન્દુઓ તેમને પ્રેમ નથી કરતા તો તેમની ફિલ્મો આ રાજ્યોમાંથી સૌથી વધુ કલેક્શન કેવી રીતે કરી શકે છે. આ સિવાય શિક્ષક ભરતી કૌભાંડ અંગે મિથુને કહ્યું કે શિક્ષક ભરતી કૌભાંડ 100 કરોડ નહીં પરંતુ 2000 કરોડ રૂપિયાનું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.