Homeમેટિનીઅભિનય શીખ્યાં પછી નવાઝમીયાં દિલ્હીમાં વોચમેન તરીકે કામ કરી ચૂક્યા છે

અભિનય શીખ્યાં પછી નવાઝમીયાં દિલ્હીમાં વોચમેન તરીકે કામ કરી ચૂક્યા છે

ફિલ્મનામા -નરેશ શાહ

બાય ધી વે, નવાઝુદ્દીન સિદ્દીકીનું એન ઓર્ડિનરી લાઈફ પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યુ,ંએ મી ટૂ નામનું વાવાઝોડું ફૂંકાયું એ પહેલાંની વાત છે. તનુશ્રી દત્તા અને વિનિતા નંદાએ મી ટૂ ના તાપણાંમાં ઘી હોમ્યું, એ પહેલાં જ લખાયેલાં નવાઝુદ્દીન સિદ્દીકીના આ પુસ્તકમાં તેના બન્ને લગ્નની વાતો પણ છે. અફેર, એટ્રેકશન, સેક્સ, વિચ્છેદ, લગ્ન, ડિવોર્સ સિવાય પણ એન ઓર્ડિનરી લાઈફ પુસ્તકમાં એવું ઘણુંબધું છે, જે નવાઝપ્રેમીઓ અને વાંચનપ્રેમીઓને વાંચવાની મજા આવે યા ફિલ્મી ઈસ્ટાઈલમાં કહીએ તો પૈસા વસુલ લાગે.
ઉત્તર પ્રદેશના બુધાનામાં નવાબુીન સિદ્દીકી અને મહેરુન્નિસાના ઘેર જન્મેલાં નવ સંતાનોમાં સૌથી મોટો પુત્ર નવાઝ પહેલેથી જ સુકલકડ અને એકદમ સામાન્ય નાકનકશો ધરાવતો હતો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનય શીખ્યાં પછી નવાઝમીયાં દિલ્હીમાં વોચમેન તરીકે કામ કરી ચૂક્યા છે, એ વાત અતિ સામાન્ય થઈ ગઈ છે પણ એન ઓર્ડિનરી લાઈફ માંથી આપણને ખબર પડે છે કે આપણા ભાઈ તો બુધાનામાં સુકલકડી પહેલવાન હતા. અખાડામાં કુસ્તી કરતાં અને લંગોટ પહેરીને ક્સોટા, બહારલી અને મછલી ગોટાના દાવપેચ પણ દંગલ દરમિયાન કરતાં. બુધાનામાં નવાઝે પચાસ પૈસાની ટિકિટ ખરીદીને ખુન કા બદલા ખૂન, બિંદિયા માંગે બંદૂક અને રંગાખુશ જેવી જોગીન્દાર સ્ટારર સી-ગે્રડની ફિલ્મો પણ જોઈ હતી. પાછાં ખેંચી લેવાયેલા એન ઓર્ડિનરી લાઈફમાંથી એ વિશેષ્ા માહિતી પણ મળે છે કે નવાઝમીયાં કોલેજ પૂરી ર્ક્યા પછી હરારની એક પેટ્રોકેમિકલ ફેકટરીમાં મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે…
નવાઝુદ્દીન સિદ્દીકીને પુસ્તક લખી આપનારા રિતુપર્ણો ચેટરજીએ નવાઝના સ્મરણોને ચાર વિભાગમાં વહેંચ્યા છે. એક, બુધાના (વતન અને બાળપણ) બે, યુથ (અભિનય અને એનએસડી), ત્રણ, મુંબઈ (સ્ટ્રગલ અને રિલેશનશીપ્સની વાતો) અને ચાર, એકટિંગ (સફળતા અને તેની વાતો). મજા એ છે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના તમામ સ્મરણોની વાત હિન્દી, ઊર્દુ અને (થોડીક) અરબી ભાષ્ાામાં જ કરી હતી. રિતુપર્ણોના પતિ રજતે તેને અંગે્રજી લખવામાં મદદ કરી હતી. પુસ્તક માટેની મોટાભાગની વાતચીત ફ્રેકી અલી ફિલ્મના શૂટીંગ સમયે સેટ પર જ કરવામંા આવી હતી તો અનુરાગ કશ્યપએ રિતુપર્ણોને રમન રાઘવ ર.૦ના પોસ્ટ પ્રોડકશન દરમિયાન મળીને નવાઝ વિષ્ો વાતો કરી હતી. નવાઝ અને અનુરાગ કશ્યપ સૌથી પહેલી વખત અંધેરીના રેલ્વે સ્ટેશન પર મળ્યા હતા. અનુરાગ કશ્યપ નવાઝની બોલકી આંખોથી એવો અભિભૂત થઈ ગયો હતો કે બ્લેક ફ્રાઈડે ના શૂટીંગ સમયે બધા એ જાણતા થઈ ગયા હતા કે અનુરાગ નવાઝની આંખો પર ફિદા છે… થોડાંક વરસો પછી અનુરાગ કશ્યપ નવાઝને સતત કહેતો રહેતો : તું તો મેરી આઈટમ ગર્લ હૈ.
એન ઓર્ડિનરી લાઈફમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ર૦૦પથી ર૦૦૭ના પિરિયડને પોતાના માટેનો કપરો સમય ગણાવ્યો છે. ધ ડાર્ક નાઈટ (કાળી રાત્રિ) નામનું આ ચેપ્ટર ઈન્ટરેસ્ટીંગ છે. સરફરોશ અને મુન્નાભાઈ એમબીબીએસમાં સાવ નજીવા પાત્રો મળ્યાં એ અને એ પહેલાંના દિવસો નવાઝ માટે ફાંકામસ્તીના હતા. વિજય રાઝ (એકટર-ડિરેકટર) સાથે રૂમ પાર્ટનર તરીકેના એ દિવસમાં કડકી એવી સ્ટ્રોંગ રહેતી કે, જબ્બરદસ્તી એ લોકો ડાયેટ પ્લાનનું પાલન કરતાં. સવારે ચા અને પારલેજી બિસ્કુટનો બે્રકફાસ્ટ. બપોરે તેનું જ લંચ અને રાતે એ જ ડિનર. આ એવા દિવસો હતા કે નવાઝ સવાર-બપોર અને સાંજ જુદા જુદા દોસ્તની રૂમ પર પહોંચી જતો અને બે્રકફાસ્ટ, લંચ અને ડિનર ત્યાં જ કરી લેતો. નવાઝના કહેવા પ્રમાણે, હું કોઈ શરમ રાખતો નહીં. મને એક્વાર પૂછવામાં આવે કે તરત હું ખાવા માટે બેસી જતો
મૂફલિસીના આ દિવસોમાં જોગીભાઈ નામના કાસ્ટીંગ ડિરેકટર તેને કોઈ મિત્ર સાથે સવારે સાત વાગ્યે શૂટીંગ માટે પહોંચી જવાનું કહ્યું. જોગીભાઈ પાસે સતત કામ માંગતા રહેતાં હોવાથી પૂછપરછ કરવાનો અર્થ નહોતો. નવાઝ મિત્ર સાથે ફિલ્મ સીટીમાં પહોંચી ગયો. તેણે અને મિત્રએ એકસ્ટ્રા તરીકે બસના પ્રવાસી બનવાનું હતું. શૂટિંગ પછી બન્નેને મહેનતાણાં પેટે બે-બે હજાર મળ્યાં. એકટરની બદલે એકસ્ટ્રા તરીકે કામ કરવાનો નવાઝનો અફસોસ તરત ઓગળી ગયો પણ… એ જ વખતે નવાઝ અને તેના મિત્રને રોકીને પૂછપરછ કરવામાં આવી એટલે ખબર પડી કે, જૂનિયર આર્ટિસ્ટના કાર્ડ વગર તેમણે કરેલું કામ ગેરકાનુની ગણાય, તેમને જેલ થઈ શકે છે… આખરે નવાઝ અને તેના મિત્રએ એક-એક હજાર આપી સેટલમેન્ટ ર્ક્યું અને ફિલ્મ સીટીની નજીકની રેસ્ટોરાંમાં જઈને એટલું જમ્યાં કે બન્નેના ભાગે આઠસો આઠસો રૂપિયા ચૂક્વવાના આવ્યાં. જેબમાં માત્ર બસ્સો રૂપિયા બચ્યાં પણ નવાઝ : પેટ ભરાયા પછી લાગ્યું કે જાણે સ્ટ્રગલ કરવાની નવી એનર્જી શરીરમાં આવી ગઈ છે.
સાત ભાઈઓ અને બે બહેનોમાં સૌથી મોટા પુત્ર તરીકે જન્મેલાં નવાઝુદ્દીન સિદ્દીકી એન ઓર્ડિનરી લાઈફ ભલે વાજબી કારણોસર વગોવાઈને પાછી ખેંચાઈ ગઈ હોય, પણ એ આખી સ્મરણગાથાનું સત્વ અને વજૂદ ઓમપુરી પર (નંદિતા પુરી દ્વારા) લખાયેલી અનલાઈકલી હિરો જેવું તળપદું અને નક્કર છે, એ સ્વીકારવું રહ્યું. તેમાં ગ્લેમરની ચકાચોંધ કરતાં તળ વાસ્તવિક્તાનો અનુભવ કરાવતી માટીની મહેક વધુ આવે છે. એ સાચું કે સફળ વ્યક્તિની સ્ટ્રગલ, મૂફલિસી, ઝદોઝહદ, હતાશા, નિરાશામાં સરેરાશ લોકોને વધુ રસ પડતો હોય છે. સાથોસાથ એ વાતનો પણ ઈન્કાર ન થઈ શકે કે માઠા દિવસોમાં કરેલાં સમાધાનને સફળ થયા પછી બહુધા લોકો સુગરકોટેડ શૈલીમાં જ વધુ બયાન કરતાં હોય છે. એન ઓર્ડિનરી લાઈફમાં લખેલો એક પ્રસંગ જૂઓ : અનુરાગ કશ્યપ સાથે પરિચય થયા પછી નવાઈને શૂલ (મનોજ બાજપાઈ) ફિલ્મમાં વેઈટરનો નજીવો રોલ ઓફર થયો. કામ કે પૈસા, ત્યારે કશું નહોતું એટલે નવાઝને એ રોલ કરવો હતો કારણકે એ કામના બે હજાર રૂપિયા મળવાના હતા…
મત કર યે રોલ : અનુરાગ કશ્યપ નવાઝને રોક્તા રહ્યાં પણ નવાઝે એ રોલ ર્ક્યો, પણ બે હજાર રૂપિયા તેને કદી મળ્યા નહીં. એ પૈસાની અવેજીમાં તેને પ્રોડકશન હાઉસમાં જમવા મળ્યું ખરું… સફળ થયા પછી એક વખત તેની કારને રોકીને કોઈએ કાચ પર ટકોરો માર્યો. નવાઝે એ પરિચિત માટે કાચ ઉતાર્યો એટલે પેલાંએ તેની પોતાની ફિલ્મમાં મુખ્ય પાત્ર કરવા માટેની ઓફર આપી. એ ઓફર કરનાર ઈશ્ર્વર શ્રીનિવાસ હતા, શૂલ ફિલ્મના ડિરેકટર. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular