રત્નાગિરીમાં ખેડની સભા ગજાવ્યા બાદ હવે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે નાસિકના માલેગાંવ ખાતે સભા લેવાના છે અને આ સભાના માધ્યમથી શિવસેના નેતા અને મુખ્ય પ્રધાન એકનાશ શિંદેના સહકારી દાદા ભૂસેને પડકારશે.
શિવસેનાના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માલેગાંવમાં 26મી માર્ચના સભા લેશે. ત્યાર બાદ સાંસદ નવનીત રાણાના અમરાવતીમાં પણ સભાનું આયોજન કરવામાં આવશે. શિવસેનાના વિધાનસભ્યોના મતદાર સંઘમાં જ ઉદ્ધવ ઠાકરે આ સભા લેશે. ખેડની સભાને મળેલા પ્રતિસાદ બાદ હવે તેઓ દરેક જિલ્લામાં આ જ પ્રકારની સભા લેશે.
દરમિયાન ભૂતપૂર્વ પ્રધાન પ્રશાંતદાદા હિરેના પૂત્ર અને ભાજપા યુવા મોર્ચાના નેતા ડો. અદ્વૈય હિરેએ ભાજપ સાથે છેડો ફાડીને હાલમાં જ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. નાશિકમાં ઠાકરે જૂથને મોટો ધક્કો લાગ્યો બાદ હવે ઠાકરે દ્વારા ભાજપને મોટો આંચકો આપવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યો છે.
ખેડ બાદ હવે અહીંયા સભા ગજાવશે ઉદ્ધવ ઠાકરે
RELATED ARTICLES