ગુજરાતમાં પણ હરિયાણા અને ઝારખંડવાળી… પોલીસકર્મીને કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

છેલ્લા 24 કલાકમાં ત્રણ પોલીસકર્મીઓની હત્યાએ સરકારની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. હરિયાણા અને ઝારખંડ બાદ હવે ગુજરાતના બોરસદમાં એક પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે એક વાગ્યે રાજસ્થાનથી આવી રહેલી શંકાસ્પદ ટ્રકે પોલીસકર્મી કિરણ રાજને કચડી નાખ્યો હતો. ટ્રક ચાલક નાસી ગયો હતો. પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયું હતું. નોંધનીય છે કે આ પહેલા છેલ્લા 24 કલાકમાં ઝારખંડ અને હરિયાણામાં પણ એક-એક પોલીસકર્મીની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકારની ઘટના જોતાં લાગી રહ્યું છે કે ગુજરાતમાં ટ્રક ચાલકોને કોઇનો ભય રહ્યો નથી. તેઓ બેખૌફ બની ગયા છે. આણંદના બોરસદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલરને રોકવા જતાં પોલીસકર્મી પર ટ્રેલર ફેરવી કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું.
ઝારખંડની રાજધાની રાંચીમાં પશુ તસ્કરોએ વાહન ચેકિંગ દરમિયાન સંધ્યા ટોપનો નામની મહિલા સબ-ઇન્સ્પેક્ટરને કચડીને મારી નાખી હતી. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી. અચાનક ત્યારે જ અપરાધીઓએ તેમને પિકઅપ વેનથી કચડી નાખ્યા. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. આ પહેલા મંગળવારે હરિયાણાના નુહ જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ખનનની તપાસ કરવા ગયેલા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)ને ડમ્પરે કચડી માર્યા હતા. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી ત્યારે ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.