ખુદ ટ્રાફિકમાં ફસાયા બાદ સીએમને લોકોની પરેશાનીનો અનુભવ થયો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પૂણે ચાંદની ચોકનો પુલ તોડી પાડવા આદેશ આપ્યો

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તાજેતરમાં આરામ કરવા માટે બે દિવસ મહાબળેશ્વર ગયા હતા. તે સમયે તેમની કાર પુણેના ચાંદની ચોકમાં ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને તેઓ થોડી વાર માટે કારની બહાર નીકળ્યા હતા. તે સમયે આસપાસના લોકોએ ભેગા થઇ સીએમ પાસે તેમની રોજની ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરી હતી. સીએમે તેમને ઘટતું કરવાનું વચન આપ્યું હતું. ટ્રાફિકના આ કડવા અનુભવ બાદ મુખ્ય પ્રધાન શિંદેએ મહાબળેશ્વરથી પાછા ફરતી વખતે તમામ સંબંધિત અધિકારીઓને ચાંદની ચોક ખાતે બોલાવ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ચાંદની ચોકનો બ્રિજ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ સ્થળે હવે નવો અને પહોળો બ્રિજ બાંધવામાં આવશે.
નોંધનીય છે કે પુણેના ચાંદની ચોક વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું છે તેથી લોકોને ઘણા મહિનાઓથી ટ્રાફિક જામની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ આ અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેમની ફરિયાદ બહેરાકાને અથડાય છે. હવે સીએમ શિંદે જ આ ટ્રાફિક જામ અને પારાવાર પરેશાનીઓના ભોગ બન્યા હોવાથી તેમણે આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે આદેશ આપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.