Bihar Politics: CM નીતિશ કુમારે કહ્યું 2024ની ચૂંટણીમાં એકત્ર થશે વિપક્ષ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારમાં જેડીયુએ એનડીએ સાથે છુટાછેડા કર્યા બાદ સીએમ નીતિશ કુમારને એક પછી એક એમ ઝટકા લાગી રહ્યા છે. મણિપુરમાં પણ જેડીયુના પાંચ વિધાનસભ્યે નીતિશ કુમારનો સાથે છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે એવામાં નીતિશ કુમારે જણાવ્યું હતું કે, જ્યારે એનડીએથી અમે અલગ થયા ત્યારે મણિપુરના છ વિધાનસભ્ય પણ આવ્યા હતાં અને ત્યારે તેઓ જેડીયુ સાથે છે એવું આશ્વાસન પણ આપ્યું હતું. આપણે એ વિચારવાની જરૂર છે કે આખરે થઈ શું રહ્યું છે. વિધાનસભ્યો પાર્ટી સાથે છેડો શા માટે ફાડી રહ્યા છે, જે બંધારણીય છે. 2024ની ચૂંટણી માટે વિપક્ષ એકત્ર થશે.
નીતિશ કુમારના આ નિવેદન પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે 2024ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી કરી રહ્યા છે અને ભાજપ વિરુદ્ધ વિપક્ષને એકત્ર કરવાનો જેડીયુનો આ માસ્ટર પ્લાન હોઈ શકે છે, એવો મત રાજકીય નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.

1 thought on “Bihar Politics: CM નીતિશ કુમારે કહ્યું 2024ની ચૂંટણીમાં એકત્ર થશે વિપક્ષ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.