Homeઆમચી મુંબઈચુંટણી પંચના ચુકાદા બાદ અનેક નેતાઓએ કેમ કર્યા ચેન્જ કર્યા પ્રોફાઈલ ફોટો

ચુંટણી પંચના ચુકાદા બાદ અનેક નેતાઓએ કેમ કર્યા ચેન્જ કર્યા પ્રોફાઈલ ફોટો

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી બાદ ગઈકાલે ચુંટણી પંચે શિવસેનાનું ચિહ્ન અને પક્ષનું નામ શિંદે જૂથને આપી દેતા મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ મચી ગઈ છે અને આ હલચલ વચ્ચે અમુક રાજકારણીઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચેન્જ કર્યા છે. ચુકાદો પોતાની તરફેણમાં આવતા શિંદે જૂથના નેતાઓએ જલ્લોષ કર્યો હતો ચુંટણી પંચના ચુકાદા બાદ શિંદે જૂથના અનેક નેતાઓ તેમના પ્રોફાઈલ પિકચર ચેન્જ કરીને ધનુષ્ય બાણનો ફોટો લગાવ્યો છે જેમાં ખુદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેંનો પણ સમાવેશ થાય છે શિંદેએ તેમના ટ્વીટર પરનો પ્રોફાઈલ પિકચર ચેન્જ કર્યું છે. તેમણે પ્રોફાઈલ ફોટા તરીકે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન મુક્યું છે. આ સિવાય ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, શાલેય શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકર, સાંસદ સભ્ય શ્રીકાંત શિંદે વગેરેનો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સિવાય ઉદ્યોગ ખાતાના પ્રધાન ઉદય સામંત, મહેસુલ ખાતાના પ્રધાન શંભૂરાજ દેસાઈ, સંસદ સભ્ય શ્રીકાંત શિંદે, શાલેય શિક્ષણ ખાતાના પ્રધાન દિપક કેસરકર, કૃષિ પ્રધાન અબ્દુલ સત્તાર, આરોગ્ય પ્રધાન તાનાજી સાવંત, પ્રધાન દાદા ભૂસે, પાણી પુરવઠા અને સ્વચ્છતા ગૃહના પ્રધાન ગુલાબરાવ પાટીલ, રોજગાર હમી યોજના અને ફળોત્પાદન ખાતાના પ્રધાન પણ સંદીપાન ભમરેએ પણ સોશિયલ મીડિયા પરના પ્રોફાઈલ પિકચર ચેન્જ કર્યા છે. શિંદે જૂથના મોટાભાગના નેતાઓએ તેમના ટ્વીટર અને ફેસબુક પરના પ્રોફાઈલ પિકચર ચેન્જ કર્યા છે.
કેન્દ્રીય ચુંટણી પંચે શિવસેનાનું ચિહ્ન અને પક્ષનું નામ શિંદે જૂથને આપી દીધું હતું અને ત્યાર બાદ નેતાઓએ તેમના ટ્વીટર અને ફેસબુક પર પ્રોફાઈલ પિકચરમાં ચેન્જ કર્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular