Shocking!! માતાએ ઘરનું કામ કરવાનું કહ્યું તો વાતનું ખોટું લગાડીને રાજકોટની યુવતીએ એસિડ ગટગટાવ્યું, સારવાર દરમિયાન મોત

આપણું ગુજરાત

આજ કાલ દરેક યુવાનના જીવનમાં મોબાઈલનો વધુ વડતો ઉપયોગ કરે છે અને તેમાં એટલા બધા ખોવાઈ જાય છે ફોન તેમનાથી દૂર કરતા નથી. મોબાઈલ એડિક્શને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આવો જ એક કિસ્સો રાજકોટના જસદણથી સામે આવ્યો છે, જ્યાં 17 વર્ષની દીકરીને માતાએ ઘરકામ પતાવીને પછી મોબાઈલ વાપરવાનું કહ્યું તો તેણે ગુસ્સામાં આવીને એસિડ પી લીધું હતું. માતાની આ વાતનું ખોટું લગાડી કિશોરીએ ઘરમાં એક સાઈડ પડેલું એસિડ ભરેલું ટબ લઇ બાથરૂમમાં જતી રહી હતી અને તે પીધું હતું. છોકરીની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક તેણે જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંના ડોક્ટરોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. ત્યાં લઈ જવાયા બાદ કિશોરીનું મોત થયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.