મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ૧૯ વર્ષીય યુવાન સામે નોંધાયેલા જાતીય શોેષણના કેસને તેની ઉંમરને ધ્યાનમાં લઇને અને સગીર પીડિતાની માતાએ સંમતિ આપ્યા બાદ તેને રદ કર્યો હતો.
ન્યાયાધીશ નીતિન સાંબ્રે અને એસ.જી. ડિગેની ડિવિઝન બેંચે તેના બાવીસમી ફેબ્રુઆરીના આદેશમાં અવલોકન કર્યું હતું કે આરોપી એક વિદ્યાર્થી હતો જે પીડિતા સાથે મૈત્રીપૂર્ણ સંબંધોમાં હતો અને બંને છોકરીના માતાપિતાને જાણ કર્યા વિના સાથે રહ્યા હતા. આને લઇ છોકરીની માતાને કથિત આરોપી સામે ફરિયાદ નોંધાવવા માટે પ્રેરિત કરવામાં આવી હતી, એવું બેન્ચે જણાવ્યું હતું.
પોતાના વિરુદ્ધ કરવામાં આવેલા કેસને રદ કરવામાં આવે એવી અરજી યુવકે કોર્ટમાં કરી હતી. પીડિતાની માતાએ હાઈ કોર્ટને જાણ કરી હતી કે તેણે ગુનો રદ કરવા માટે સંમતિ આપી છે. આ અંગેની નોંધ લેતાં કોર્ટે કેસને રદ કર્યો હતો.
અરજદાર વિદ્યાર્થી સામે ક્રિમિનલ કાર્યવાહી ચાલુ રાખવી તે ન્યાયના હિતની વિરુદ્ધ હશે, કારણ કે એ બંને પક્ષોને સમાન રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને બંનેએ ટાંકેલાં કારણોના આધારે કેસને સંમતિથી રદ કરવાનો નિર્ણય કર્યો હતો, એવું કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ) ઉ
સગીર પીડિતાની માતાએ સંમતિ આપ્યા બાદ કોર્ટે યુવાન સામેનો જાતીય શોષણનો કેસ રદ કર્યો
RELATED ARTICLES