Homeદેશ વિદેશસરકારે ‘કો-વિન’ પછી ‘યુ-વિન’ લૉન્ચ કર્યું

સરકારે ‘કો-વિન’ પછી ‘યુ-વિન’ લૉન્ચ કર્યું

સરકારે ‘કો-વિન’ પછી ‘યુ-વિન’ લૉન્ચ કર્યું

નવી દિલ્હી: ઍન્ટિ-કોવિડ વૅક્સિનેશનના વખતમાં ‘કો-વિન’ પ્લેટફોર્મની સફળતા પછી રૂટિન વૅક્સિનેશનની ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રી માટે એ પ્લેટફોર્મની પ્રતિકૃતિ રૂપે ‘યુ-વિન’ સરકારે લૉન્ચ કર્યું હતું. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને ડિજિટાઇઝ કરવા પાઇલટ મોડ તરીકે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લામાં ‘યુ-વિન’ પ્લેટફોર્મને લૉન્ચ કરવામાં આવ્યું છે.
યુ-વિન પ્લેટફોર્મ ખાસ સગર્ભા મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને રચાયું છે. દરેક સગર્ભા મહિલાનું રજિસ્ટ્રેશન કરીને તેના વૅક્સિનેશન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. યુ-વિનમાં દરેક સગર્ભા મહિલાની પ્રસૂતિનું પરિણામ, દરેક મહિલાના પ્રત્યેક બાળકના જન્મની માહિતી, બાળકના જન્મ વેળા તેને અપાતા અલગ અલગ વૅક્સિનેશનના ડૉઝ અને ત્યારપછીની વૅક્સિનેશન ડૉઝની નોંધ કરવામાં આવશે. કુલ ૬૫ જિલ્લામાં ૧૧ જાન્યુઆરીથી યુ-વિન કાર્યરત છે. યુ-વિનની સફળતામાં હૅલ્થકૅર વર્કર્સ અને પ્રોગ્રામ મૅનેજર્સનો વિશેષ સક્રિય સહયોગ છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular