કચ્છમાં મેઘકહેર! અંજાર, નખત્રાણા અને ભુજ જેવા તાલુકાઓ બેટમાં ફેરવાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર મેઘકહેરમાં રૂપાંતરિત થઈ રહી છે. અમદાવાદ, વલસાડ, નવસારી, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં અનરાધાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કચ્છમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કચ્છમાં સિઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. લખપતમાં સીઝન કરતાં દોઢ ગણો એટલે કે 148 ટકા, માંડવીમાં 118 ટકા અને મુંદ્રામાં 124 ટકા વરસાદ પડ્યો છે. અંજારમાં સાડા આઠ, ભુજમાં આઠ, ગાંધીધામમાં સાડા છ અને નખત્રાણામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.માંડવીને વિજય સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છના પશ્ચિમ ભાગમાં અતિવૃષ્ટિ સર્જાઈ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંજાર તાલુકામાં આજ સવારના 6 વાગ્યાથી એકધારો વરસાદ પડી રહ્યો છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વાહનવ્યવહારને મોટી અસર પહોંચી છે. ખારેક, કપાસ સહિતના પાકમાં વ્યાપક નુકસાની પણ પહોંચી રહી છે.

 

1 thought on “કચ્છમાં મેઘકહેર! અંજાર, નખત્રાણા અને ભુજ જેવા તાલુકાઓ બેટમાં ફેરવાયા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.