ડૉલર સામે રૂપિયો ૮૦.૦૬ સુધી તૂટ્યા બાદ અંતે ૨૦ પૈસાનો સુધાર

બિઝનેસ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૮૦.૦૬ની ઐતિહાસિક નીચી સપાટી સુધી ગબડી ગયા બાદ વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રહી હોવાથી સત્રના અંતે રૂપિયો ગઈકાલના બંધથી ૨૦ પૈસાના બાઉન્સબૅક સાથે ૭૯.૮૫ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૦.૦૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૦.૦૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર નીચામાં ૮૦.૦૬ અને ઉપરમાં ૭૯.૮૩ ની રેન્જમાં અથડાઈને અંતે ૨૦ પૈસાના સુધારા સાથે ૭૯.૮૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.