ગુજરાત, મુંબઈ અને થાનેના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર એવો બોરડી ચીકૂ મહોત્સવ બે વર્ષના વિરામ બાદ તારીખ ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. છેલ્લા બે વર્ષથી કોવિડને કારણે આ મહોત્સવ યોજાયો નહતો. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ મહોત્સવમાં ભાગ લેતા હોય છે
રૂરલ એન્ટરપ્રેનિયર વેલફેર ફાઉન્ડેશ તથા કેટલીક સ્થાનિક સંસ્થાઓ અને સ્પોન્સર દ્વારા આ સપ્તાહના અંતમાં બોરડી બીચ ખાતે ચીકૂ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની આ વર્ષની થીમ છે “બેસ્ટ ફ્રોમ વેસ્ટ” જેમાં સ્થાનિક કલા અને વોક્લ ફોર લોકલ ને ધ્યાનમાં રાખી પ્રદર્શન યોજાશે.
આ બે દિવસીય ચીકૂ મહોત્સવ એ ખવના શોખીનો માટે એક ટ્રિટ હશે જેમાં શાકાહારી અને માંસાહારી પદાર્થોના સ્ટોલ હશે. ચીકૂમાંથી બનેલા ખાસ પદાર્થો પણ આ મહોત્સવમાં ઉપલબ્ધ હશે. આ મહોત્સવમાં આદિવાસી પેઇન્ટિંગ, પોટરી મેકિંગ, બાંબુમાંથી બાસ્કેટ બનાવવાની કળા, હેંડીક્રાફટ અને કાર્ટૂન મેકીંગ વગેરે આ મહોત્સવના આકર્ષણ હશે. આ સાથે સ્થાનિક કલાકારો દ્વારા લોકનૃત્યોનું પણ મંચન થશે. બાળકો માટે પણ ઘણા આકર્ષણો આ મહોત્સવમાં હશે.
બે વર્ષના વિરામ બાદ ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીએ પાલઘરમાં યોજાશે “બોરડી ચીકૂ મહોત્સવ”
RELATED ARTICLES