દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમના ફેન્સ માટે સારા સમાચાર છે. ટીવી જગતની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા કક્કર માતા બનવા જઈ રહી છે. આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હાલમાં જ કપલ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ઘણી ટીવી સિરિયલોમાં દેખાઈ ચૂકેલી દીપિકા કક્કર માતા બનવાની છે. દીપિકાના પતિ શોએબે તેની સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ ખુશખબર તેના ફેન્સ સાથે શેર કરી છે. ત્યારથી આ કપલને અભિનંદન મળી રહ્યા છે.
શોએબે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કપલ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યું છે. બંનેએ ટોપી પહેરી છે. આ ટોપી પર મમ્મી અને પપ્પા લખેલું છે. આ ફોટામાં બંને ઉંધા ફરીને સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું – અમે તમને દિલથી જણાવતા ખુશી, ઉત્સાહિત અને નર્વસનેસ અનુભવી રહ્યા છીએ.આ અમારા જીવનનો સૌથી સુંદર તબક્કો છે. હા, હું માતા બનવાની છું. ટૂંક સમયમાં અમે માતા-પિતા બનવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ❤️❤️❤️ અલહમદુલિલ્લાહ. અમારા નાના બાળકને તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.
શોએબ અને દીપિકા બંનેએ એક જ પોસ્ટ શેર કરી છે, જેના પછી તરત જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા સેલેબ્સ પણ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગૌહર ખાન, ચારુ આસોપા, જસલીન મથારુ સહિતના ચાહકો પણ આ કપલને લઈને ખુશ છે. નોંધનીય છે કે ઘણા સમયથી દીપિકા પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અભિનેત્રી આ પ્રશ્નને ટાળી રહી હોય તેવું લાગી રહ્યું હતું. હવે દંપતી દ્વારા પ્રેગ્નન્સી સંબંધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.