વડા પ્રધાન મોદી હંમેશા કંઈક એવું નવું કે અંચબિત કરનારું કામ કરે છે કે લોકો જ્યારે એ કામ વિશે જાણે છે ત્યારે એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. આજે જ ત્રણ દેશોના પ્રવાસથી પાછા ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈક એવું કર્યું હતું કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશે.
વાત જાણે એમ છે કે, PM મોદીનું પ્લેન જેવું પાલમ એરપોર્ટ પર ઉતર્યું કે તરત જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસોમાં પીએમ મોદીએ ત્રણ દેશોમાં અનેક બેઠકો કરી હતી અને આજે જ્યારે તેઓ દેશ પરત ફર્યા છે ત્યારે આજનો દિવસ પણ એમના માટે વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે.
PM મોદી દિલ્હી પહોંચતા જ ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. PMOના ટોચના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નવી દિલ્હી આવ્યા બાદ તરત જ સવારે 9 વાગ્યે તેમની પહેલી ઓફિશિયલ મીટિંગ યોજાઈ હતી. 2014થી તેમના નિવાસ સ્થાને આ નિયમિત બેઠકનું આયોજન થઈ રહ્યું છે.
50 મિટિંગ અને 3 દેશોની યાત્રા બાદ પણ ગુરુવારે સવારે 11 વાગ્યે PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી અને દિવસભરની અન્ય બેઠકોમાં, PM સાંજે 7 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ની શરૂઆતની જાહેરાત પણ કરશે.
પીએમ મોદી હાલમાં જ જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના ત્રણ દેશોના પ્રવાસે હતા અને આ દરમિયાન તેમણે 50થી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં, પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠકો સહિત સમિટમાં 24થી વધુ વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને ભારત આવ્યા બાદ પણ તેમની બેઠકોનો સિલસિલો તો યથાવત્ જ છે. જરા પણ થાક્યા કે કંટાળ્યા વિના PM મોદી ફૂલ ઓન એક્શનમાં કામ કરી રહ્યા છે, કોઈની પણ ચિંતા કે પરવાહ કર્યા વિના.