2 વર્ષ બાદ માં અંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

67

કોરોના મહામારીના 2 વર્ષ બાદ બનાસકાંઠાના અંબાજીમાં માં અંબા નો પ્રાગટ્યોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. આગામી 6 જાન્યુઆરી ના પોષસુદ પૂર્ણિમાએ માં અંબે નો જન્મોત્સવ ઉજવવામાં આવશે.

માં અંબેના જન્મોત્સને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં શોભાયાત્રા , સાંસ્કૃતિક કાર્યક્રમો, સહિત મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીમાં બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ઉપરાંત 20 ઉપરાંત શૈક્ષણિક શાળા ના બાળકો ભાગ લેશે. 32 ઉપરાંત વિવિધ ટેબ્લો સાથે નીકળશે વિશાળ શોભાયાત્રા. દર વર્ષે હાથી ઉપર નીકળે છે મા અંબે ની સવારી. 2100 કિલો સુખડી નો પ્રસાદ વહેંચવામાં આવશે. ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!