કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી ગણેશોત્વ અને દહીહંડીની ધામધુમથી થતી ઉજવણી પર રોક લગાવવામાં આવી હતી. જોકે, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. કોરોનાના કેસ હવે નિયંક્ષણમાં છે ત્યારે આ વર્ષે તહેવારોની ઉજવણી પર સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો ઉઠાવવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી તહેવારો સાદાઈથી ઉજવવામાં આવી રહ્યા છે, પરંતુ આ વર્ષે ગણેશોત્વ કોઈપણ પ્રતિબંધ વગર ઉજવવામાં આવશે.
ગણેશોત્સવની ઉજવણી માટે એસટી પ્રશાસને વધારાની બસ દોડાવવાની તૈયારી રાખી છે. ટ્રાન્સપોર્ટ વિભાગને પણ ટ્રાફિક પ્લાનિંગનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી તહેવાર દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય.
