Homeટોપ ન્યૂઝવાહ, ચમત્કારઃ 128 કલાક પછી બે મહિનાની બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢી

વાહ, ચમત્કારઃ 128 કલાક પછી બે મહિનાની બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢી

મૃત્યુઆંક 28,000, 70,000 લોકો ઘાયલ

અંકારા: તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ પછી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 28,000 અને 6,000થી વધુ ઈમારત તૂટી ગઈ છે અને હજુ પણ અહીં બચાવકામગીરી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં એક આશાવાદી સમાચાર મળ્યા હતા. તબાહી અને નિરાશાના માહોલ વચ્ચે લગભગ 128 કલાક પછી બે મહિનાની બાળકીને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવતા લોકો ઝુમી ઊઠ્યા હતા.

અહીં કાટમાળ હટાવતા એક બે મહિનાની બાળકી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા પછી ઘટનાસ્થળ પર તેને જોવા માટે સેંકડો લોકોની ભીડ જોવા મળી હતી અને તેને જોઈ લોકોએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી હતી. બે મહિનાની બેબીને જીવતી બહાર કાઢવામાં આવ્યા પછી લોકોની આંખોમાં અલગ જ પ્રકારની ચમક જોવા મળી હતી.


તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા લગભગ 28,000 થઈ ગઈ છે. 70,000થી વધારે લોકો ઘાયલ થયા છે અને લાખો લોકો બેઘર બન્યા છે. નિરાશાના માહોલ વચ્ચે વચ્ચે બે મહિનાની બાળકીને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવતા લોકો તેને ચમત્કાર કહી રહ્યા છે. આ સૌથી મોટો આશાવાદ છે અને આ સમાચાર ટિવટર પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. આ સમાચારને સોશિયલ મીડિયા પર લોકોએ વધાવી લેવામાં આવ્યા હતા.
અહીં એ જણાવવાનું કે ભૂકંપના પાંચ દિવસ બાદ બચાવેલા લોકોમાં બે વર્ષની એક બાળકી, છ મહિનાની એક ગર્ભવતી મહિલા અને 70 વર્ષના વયોવૃદ્ધ મહિલાને બચાવવામાં આવી હતી.. ભયંકર ઠંડી ચાલી રહી હોવા છતાં હજારો બચાવકર્મી દ્વારા બચાવ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યારે હજુ હાલમાં પણ ભૂકંપની ચપેટમાં આવેલ વિસ્તારમાં કાટમાળ હટાવાનું કામ કરી રહ્યા છે. ઠંડીની સિઝન હોવાથી લાખો લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જેમને ખાવા પીવાની અને ગરમ કપડાથી સખત જરુર છે.
સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં કેટલાય શક્તિશાળી આફ્ટરશોક્સ આવી રહ્યા છે. તેની સાથે જ આ ભૂકંપ આ સદીનો દુનિયાનો સાતમો સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપથી થયેલા મોતનો આંકડો 2003માં પાડોશી ઈરાનમાં આવેલા ભૂકંપમાં 31,000 લોકોના મોતની નજીક પહોંચી ચુક્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 24,617 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે સીરિયામાં 3500 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular