શ્રદ્ધા હત્યાકાંડ પ્રકરણે નવો મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા માટે આરોપી આફતાબે ચાઈનીઝ ચોપરનો ઉપયોગ કર્યો હતો. નાર્કો ટેસ્ટ દરમિયાન તેણે જે આરી વડે શ્રદ્ધાના મૃતદેહના કટકા કર્યા તે આરીને ગુરુગ્રામમાં પોતાની ઓફિસ પાસે આવેલા જંગલમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી. આ સાથે તેણે શ્રદ્ધાના માથાને મહરૌલીના જંગલમાં જ ફેંક્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
દિલ્હીની તિહાડ જેલમાં આફતાબના પોસ્ટ નાર્કો ટેસ્ટ દરમિયાન પોણા બે કલાક સુધી સવાલો પૂછવામાં આવ્યા હતાં, આ ટેસ્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ઓફિસમાં થવાનો હતો, પરંતુ આફતાબને લાવવા લઈ જવા માટેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એફએસએલના ચાર સભ્યોની ટીમ સેન્ટ્રલ જેલમાં પહોંચી હતી.