Homeઆમચી મુંબઈશ્રદ્ધાના ટુકડા કરવા આફતાબે એક કરતાં વધુ હથિયારનો કર્યો હતો ઉપયોગ

શ્રદ્ધાના ટુકડા કરવા આફતાબે એક કરતાં વધુ હથિયારનો કર્યો હતો ઉપયોગ

શ્રદ્ધા વાલકર હત્યા પ્રકરણે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને ઘણા ઘટસ્ફોટ ખૂબ જ ચોંકાવનારા છે. આ મામલે વધુ એક અપડેટ આવી રહી છે કે આરોપી આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા માટે એક કરતાં વધુ હથિયારનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે છેલ્લાં કેટલાક દિવસમાં પાંચ મોટા ચાકુ જપ્ત કરીને ફોરેન્સિક ટીમને મોકલ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને અત્યારસુધી બીજું સૌથી મોટું હથિયાર આરી મળી રહી નથી. આફતાબ પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન સહયોગ આપી રહ્યો ન હોવાની માહિતી મણ સામે આવી રહી છે. પુછપરછ દરમિયાન સવાલોના જવાબ પણ આપી રહ્યો નથી. ટેસ્ટ દરમિયાન જવાબ ન આપી રહ્યો નથી. પોલીગ્રાફ ટેસ્ટમાં વિલંબ થઈ રહ્યો હોવાથી નાર્કો ટેસ્ટ માટે પણ મોડું થઈ રહ્યું છે. આરોપીને ભાવનાત્મક, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ટેસ્ટ કરવામાં આવશે. જો પ્રાથમિક તપાસમાં કંઈ ઠીક ન લાગ્યું તો નાર્કો ટેસ્ટ કેન્સલ કરવામાં આવશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular