મુંબઈ: કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરની નિર્દયતાથી હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા લિવ-ઇન-પાર્ટનર આફતાબ પૂનાવાલાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી ફટકાર્યા બાદ તેની રવાનગી તિહાર જેલમાં કરાઇ હતી. આફતાબને બેરેક નંબર-૪માં રાખવામાં આવ્યો છે, જ્યાં ૨૪ કલાક સીસીટીવી કેમેરાથી તેના પર નજર રાખવામાં આવી રહી છે.જેલમાં આફતાબને અન્ય કેદીઓથી દૂર રાખવામાં આવ્યો છે અને તેને પોલીસની નજર સામે જ ભોજન આપવામાં આવી રહ્યું છે. એ સિવાયે તેને જે બેરેકમાં રાખવામાં આવ્યો છે તેની બહાર એક પોલીસકર્મીને ૨૪ કલાક તહેનાત કરવામાં આવ્યો છે. જેલમાં મોકલી અપાયા બાદ આફતાબને પશ્ર્ચાતાપ થઇ રહ્યો છે કે તે તણાવમાં છે એવું કંઇ જણાયું નહોતું. ઊલટાનું તે રાતે બ્લેન્કેટ ઓઢીને આરામથી સૂઇ ગયો હતો.આફતાબ પર પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હોઇ સોમવારે તેના પર નાર્કો એનાલિસિસ ટેસ્ટ થવાની સંભાવના છે અને આ માટેની તમામ તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન તપાસ અધિકારીઓએ પૂછેલા પ્રશ્ર્નોના જવાબ આપવામાં આફતાબ ગલ્લાંતલ્લાં કરતો હતો. આફતાબ ટેસ્ટ દરમિયાન એકદમ સામાન્ય હતો. તેણે સામાન્ય અને સુસંગત પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. જોકે હત્યાકેસ સંબંધી મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નો પુછાતાં તેણે ચુપકીદી સેવી હતી. તે આ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય એમ જણાતું હતું.
જેલમાં આફતાબ પૂનાવાલા પર ૨૪ કલાક સીસીટીવી કૅમેરાની નજર: રાતે બ્લેન્કેટ ઓઢી તે આરામથી સૂતો
RELATED ARTICLES