આજે આટલું જ -શોભિત દેસાઈ
સમઝના ઔર સમઝાના તો
કાફી જાનતે થે પર,
જબ સમઝે તો યે સમઝે કી
અભી તક કુછ નહીં સમઝે…
– અજ્ઞાત
સલાહકારની અધિકૃતતાની વાત આગળ વધારીએ, અને આ સંદર્ભમાં ઓશોની મૌલિક શોધ ગુરુ ગુર્જિયેફ અને શિષ્ય ઓસ્પેન્સ્કી તરફ જઇએ એ પહેલાં… ગુુર્જિયેફ અર્મેનિયામાં જન્મેલા અને યુરોપ-અમેરિકાને ઘેલછામાં, પ્રચુર ઘેલછામાં ડૂબાડી દેનાર દુષ્ટ સંત (ૠીમિષશયર: વિંય ફિતભફહ તફશક્ષિ-ંજફમલીિી) … દુનિયાભરના ખફતયિંતિ, ગુરુઓથી ઊલટી જ એમની વિચારશૈલી હતી. ઓશોના અતિપ્રિય ળીહશિં ાીિાજ્ઞતય મુલ્લા નસરુદ્દીનના મૂળ પણ કદાચ ત્યાંથી મળી આવે. એ જ્યારે પટ્ટશિષ્ય ઓસ્પેન્સ્કીને મળ્યાં ૧૯૧૫માં ત્યારે ગુર્જિયેફ અલ્પજ્ઞ હતા અને ઓસ્પેન્સ્કી રશિયા-અમેરિકા-યુરોપ ખ્યાત હતા. હવે વાત આગળ વધારીએ….
સલાહ આપવાનો હક કેવળ એ જ કાળા માથાને છે જે પોતે, એ જે કહેવાનો છે એને અનુસરી ચુકયો હોય. લગભગ જે સલાહકારો જેને ખોલીને ધંધો કરે છે એવી સલાહની દુકાનો, સલાહનાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે મોલ્સ હોઇ જ ના શકે કે જ્યાંથી અલગ અલગ પ્રકારની સલાહો ઉપલબ્ધ હોય… ખાસ કરીને ધર્મના રસ્તે તો ખાસ… જાણીને ખોટું ગુજરાતી વાપર્યું છે, હાજી. પૂરા ખુવાર થઇ ધર્મને રસ્તે જે પ્રાપ્ત કર્યું હોય એ જ ઉજવી શકાય, નિર્દોષ અનુયાયીઓ-ભોળા શ્રોતાઓ, ભલા માનવો સાથે. પછી તો ધર્માત્માનું જીવન જ સલાહ થઇ જતું હોય છે, એની દરેક ઊઠ-બેસ અનુયાયીઓને જ્ઞાનના કિરણોથી ઉજાગર કરે છે. શબ્દોની જરૂર જ કયાં પડે છે?! અરે આંખના ઇશારે ભવ બદલાઇ જતા હોય છે…
પકવે સલાહ એવું ભાઠું જ ક્યાં બન્યું છે?
સંકેત ઝીલનારું કાઠું જ ક્યાં બન્યું છે?
પહેલી વખત ગુર્જિયેફ અને ઓસ્પેન્સ્કી મળ્યા ૧૯૧૫માં તો ગુુર્જિયેફે ઓસ્પેન્સ્કીને કહ્યું, આ કોરો કાગળ છે… લખી આવ એની એક બાજુ પર કે શું તું જાણે છે અને લખ બીજી બાજુ પર કે શું તું નથી જાણતો… ઓસ્પેન્સ્કીએ પૂછયું: કેમ? ગુુર્જિયેફ બોલ્યાં: કે ….કે જેથી જે તું જાણે છે એની વાત આપણે ક્યારેય નહીં કરીએ. જે તું જાણે જ છે એ આપણે શા માટે ચર્ચીએ… જે તું ન જાણતો હોય એની વાત આપણે કરીશું. જે તું નથી જાણતો એ હું તને જણાવાની કોશિશ કરીશ, જે તું જાણે છે એ સમાપ્ત થઇ ગઇ વાત. મુંઝાયો બરાબરનો ઓસ્પેન્સ્કી. લઇ તો લીધાં કાગળ કલમ, કમરામાં બાજુના જતો રહ્યો. ઠંડી રાત હતી, ઉપરથી બરફ વર્ષા બહાર… અને છતાં ઓસ્પેન્સ્કીને પરસેવો વળી ગયો. ઉઠાવી તો લીધી કલમ, પણ કૈં સુઝે તો ને! શું જાણું છું ?! અને આજે વાત બહુ મોંઘી બને એમ હતી, સસ્તી જ્ઞાનચર્ચા નહોતી આ. બહુ માહિતી એકઠી કરીને આવ્યો હતો ઓસ્પેન્સ્કી કે છે ગુર્જિયેફ ખતરનાક માણસ. જો લખાયું કે ઇશ્ર્વરને જાણું છું તો વાત જ નહીં કરે ઇશ્ર્વરની. લખાયું કે પ્રેમ વિશે જાણું છું તો ખલ્લાસ …. પ્રેમ વિશે કોઇ વાત જ નહીં કરે. ભારે કઠણ ઘડી હતી. સોદો મોંઘો પડે એમ હતું. બહુ… બહુ વિચારીને લખવાનું હતું. વિચાર્યું ઘણું ઓસ્પેન્સ્કીએ… પ્રેમ વિશે, ધર્મ વિશે, પણ આજે કૈં સુઝતું નહોતું. મોટા ગ્રંથો લખ્યા હતાં ઓસ્પેન્સ્કીએ આ અગાઉ. જગતભરમાં ખ્યાત હતો. અને ગુર્જિયેફ સાવ અજાણ્યો… એક ગરીબ ફકીર અને ચેલો ઓસ્પેન્સ્કી તો મોટો જ્ઞાની… પણ… મોટો ઇમાનદાર હોવો જોઇએ… એક કલાક પછી પાછો આવ્યો અને કહ્યું ગુરુ ગુર્જિયેફને કોરો કાગળ આપતાં કે હું કૈં જ નથી જાણતો. આપ ક ખ ગથી શરૂ કરો. સંપૂર્ણ અજ્ઞાની છું હું. કક્કો શિખવાડવાથી આપ શરૂ કરો. ગુર્જિયેફ બોલ્યા: તો કૈં થઇ શકે. હું વિચારતો’તો કે તું કેટલું કહેવાતું જ્ઞાન તારા પુસ્તકો દ્વારા ઠાલવી રહ્યો છે… કેટલી વાતોમાં તું લોકોને સલાહ આપે છે!! આજે થઇ જશે કસોટી કે તું માણસ ઇમાનદાર છે કે નહીં ?! પણ તું પાકો ઇમાનદાર છે. હું તારો સ્વીકાર કરું છું. જગતની મોટામાં મોટી ઇમાનદારી આપણે કૈં નથી જાણતાના સ્વીકારમાં જ છે. જ્ઞાનપ્રાપ્તિની શરૂઆત એ સ્વીકારથી જ થાય છે.
કેવડો મોટો દાતા, આપનારો-ગુર્જિયેફ! અને કેવો ભવ્ય સવાલી, માંગનારો, લેનારો-ઓસ્પેન્સ્કી!
મૈ જીસે ઓઢતા, બિછાતા હું
વો ગઝલ આપકો સુનાતા હું.
– દુષ્યન્તકુમાર
આજે આટલું જ ….