Homeવેપાર વાણિજ્યટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં આગેકૂચ

ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં આગેકૂચ

ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિશ્ર્વ બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતા ભાવમાં કિલોદીઠ રૂ. ૮૮નો ઉછાળો આવ્યો હતો. આ સિવાય ટીનની આગેવાની હેઠળ કોપર, બ્રાસ અને લીડ ઈન્ગોટ્સમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૫ની આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે એલ્યુમિનિયમ, નિકલ અને ઝિન્કમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૮ વધીને રૂ. ૨૫૧૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે લંડન ખાતે ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ટેકે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવમાં ૧.૦૮ ટકા જેટલો સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં પણ કોપર સહિતની અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટો ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૬૭૦ અને રૂ. ૮૨૮, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને અનુક્રમે રૂ. ૭૪૦, રૂ. ૭૨૨ અને રૂ. ૪૯૭, કોપર કેબલ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૭૪૯ અને રૂ. ૫૩૦ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને રૂ. ૨૦૦ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૮, રૂ. ૨૨૯ અને રૂ. ૩૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular