Homeવેપાર વાણિજ્યએલ્યુમિનિયમ અને લીડ સિવાયની ધાતુમાં આગેકૂચ

એલ્યુમિનિયમ અને લીડ સિવાયની ધાતુમાં આગેકૂચ

મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એલ્યુમિનિયમ, લીડ ઈન્ગોટ્સ અને બ્રાસ શીટ કટિંગ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૩૨ની આગેકૂચ જોવા મળી હતી. આજે મુખ્યત્વે ટીન, નિકલ, કોપર વાયરબાર અને કોપર સ્ક્રેપ હેવીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૨ વધીને રૂ. ૨૩૦૦, રૂ. ૨૩ વધીને રૂ. ૨૩૨૮, રૂ. ૭ વધીને રૂ. ૮૧૨ અને રૂ. પાંચ વધીને રૂ. ૭૪૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને અનુક્રમે રૂ. ૭૫૬, રૂ. ૭૨૨ અને રૂ. ૪૮૫, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૨૭૮ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૬૭૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૨૫, રૂ. ૧૬૮, રૂ. ૨૨૧ અને રૂ. ૧૯૮ના મથાળે ટકેલા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular