આદિત્ય ઠાકરેએ શિંદે જૂથ પર કર્યો પ્રહાર! હમ શરીફ ક્યા હુએ સારી દુનિયા બદમાશ હો ગઈ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકારણનો મહાસંગ્રામ શમવાનું નામ લઈ રહ્યો નથી. આદિત્ય ઠાકરે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે 30 મેના દિવસે એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદની ઓફર કરી હતી. ઉદ્ધવ ઠાકરેની તબિયત ખરાબ છે એટલે શિંદે આ સમયનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ ખેલમાં ભાજપ સામેલ નથી તો તેમના લોકો શિવસેનાના વિધાનસભ્યોને શા માટે મળી રહ્યા છે. આઈપીએલમાં જેમ હરાજી થાય છે તેમ હવે વિધાનસભ્યની બોલી લાગી રહી છે. મેં રેસ કોર્સ જોયો છે, પરંતુ આ લોકોએ તો પૂરું હોર્સ માર્કેટ જ ખરીદી લીધું છે. રાજ્યના કૃષિ પ્રધાન દાદાજી ભુસેને મહારાષ્ટ્રમાં રહેવાની જરૂર હતી, પરંતુ તેઓ પૂર પ્રભાવિત રાજ્યમાં પાર્ટી કરી રહ્યા છે.
યુવા સેનાની કાર્યકારિણી બેઠકમાં આદિત્ય ઠાકરેએ પદાધિકારીઓને સંબંધિત કરીને જણાવ્યું હતું કે, અસલી તાકાત શિવસૈનિક છે. પહેલા જે લોકો મારી ગાડીમાં બેઠા હતા એ પણ જતાં રહ્યા. આ આપત્તિ એવા સમયે અમારા માથે આવી છે જ્યારે ઉદ્ધવ ઠાકરે બીમાર છે. આજે જો બાળાસાહેબ ઠાકરે કે આનંદ દિઘે હયાત હોત અને તેમના સામે આવી સ્થિતિ આવી હોત તો તેને પોતાની ભાષામાં સમજાવત. મને એક ડાયલોગ યાદ આવી રહ્યો છે દિલવાલે ફિલ્મનો કે હમ શરીફ ક્યા હુએ સારી દુનિયા બદમાશ હો ગઈ. હું તો રસ્તા પર ઉતરી ગયો છું, પણ તમે પણ ઘરે ઘરે જઈને સચ્ચાઈ લોકો સુધી પહોંચાડો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.